Thursday, 29 August 2013


મારા પ્રેમાળ......."પરમાત્મા"

શ્રી રાધાજી એ તેમના મહેલ માં પોપટ પાળેલા હતા,અને તેમને 
દરરોજ રાધાજી હરે-કૃષ્ણ હરે-કૃષ્ણ કહેતી તેનાથી દરેક પોપટ પુરો 
દિવસ હરે-કૃષ્ણ હરે-કૃષ્ણ બોલતા સાથે સાથે 
રાધાજી ની સખી પણ હરે-કૃષ્ણ બોલતી.
એક દિવસ રાધાજી યમુના કિનારે ચાલી રહ્યા હતા તેમની નજર શ્યામસુંદર અને નારદજી પર પડે છે .તે શ્રીજી ની વાત છુપી રીતે પર ધ્યાન થી સાંભળે છે.
નારદજી કહે છે કે હે પ્રભુ હુ પુરા વ્રજ માં જ્યા ફર્યો ત્યા મને 
હરે-કૃષ્ણ નો જ અવાજ સંભળાય છે
ત્યારે શ્રીજી કહે છે કે મને તો રાધા નામ પ્રિય છે.
આટલુ સાંભળતા ની સાથે જ રાધાજી ની આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા.
રાધાજી તરત જ મહેલ પહોચ્યા અને તેમના પોપટ ને રાધે રાધે કહેવા લાગી
જ્યારે આ વાત તેમની સખી ને ખબર પડી બધી સખી રાધાજી ને કહે છે કે 
રાધા તુ તારા નામ ની જ જય બોલાવે છે બધા તને અભિમાની 
ગણશે.
ત્યારે રાધાજી કહે છે કે મારા પ્રિયત્તમ શ્રીજી ને જે આજ નામ પસંદ હોય તો હુંઆજ નામ આજ થી બોલીશ.
બોલો રાધે રાધે...........
જય શ્રી રાધે.


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ " કાવ્ય "

આવીને કોઈ મને પૂછે કે
પ્રેમને કેવી રીતે ઓળખે તું ???
હું કહીશ કે હું રાધા ,અને કૃષ્ણ મારો પ્રેમ .......
મને જગતનું બંધન નહીં ...
પ્રેમ મારો ભક્તિ ,અને કૃષ્ણ મારા શ્વાસ ,
જીવ મારો ગભરાય જો કૃષ્ણને ના જોઉં હું પાસ ......
ના કોઈ તૃષ્ણા ,ના કોઈ આસ ,
બસ એની વાંસળી અને અમારો રાસ !!!
એના રેલાતા સૂર પર જગત ભૂલી જાઉં ,
ઘેલી ઘેલી થઇ જાઉં જયારે કદંબ ડાળે હું ઝૂલા ખાઉં !!!
જાણું છું આ બાર વર્ષનો છે સાથ ,
પછી તો જીવનભરનો અજ્ઞાતવાસ ,
છતાય એ પ્રેમની સુવાસ છે
અને એક વિશ્વાસ છે
કે કસમ ખવાશે જયારે પ્રેમની તો 
એક નામ હશે ત્યારે ...રાધે કૃષ્ણ ..........
બંધન વગર પણ સદૈવ બંધાયેલા "રાધે કૃષ્ણ" 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

મથુરા ને મારગડે મળે જો માધવ તો
કહેજો કે....
મારે એના હોઠો ને ચુમી થી 
ચાખવાના બાકી છે...
ગોકુળ માં ગોપી ની મટકી માંથી
ચોરેલુ ગોરસ ખાટુ હતુ કે મીઠુ...
એ નહીતર જાણવુ કેમ ......??

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ એટલે...."રાધા".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

ચંદન ની મહેક ને રેશમ નો હાર ,
"શ્રાવણ" ની સુગંધ ને વરસાદ ની ધાર ,
"રાધા" ની ઇચ્છા ને "કાન્હા" નો પ્યાર ,
મુબારક તમને આ "જન્માષ્ટમી" તહેવાર 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Monday, 26 August 2013


જીવન માં વિચારવા જેવું .....

તમારું વ્યક્તિત્વ તમને બીજાંઓથી અલગ બનાવી શકે છે.
પણ....
તમારો ઘમંડ તમને બીજાંઓથી અલગ કરી શકે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ " કાવ્ય "

મંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં.
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં.

બધી માયા સંબંધોની, સમર્પી તમને આપી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

સ્વપ્નો અહીં મુકીને, ગગનને પ્રેમથી ભેટી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

કંઇ બાકી ને કંઇ પુરું, બધું અહીંથી સમેટી લઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." વૈકુંઠે તે વસે "

એક ડૉક્ટર પૂરેપૂરા અને ખરેખરા નાસ્તિક. ઈશ્વરમાં માને નહીં. આત્મા, પુનર્જન્મ કે પરલોકની વાત નીકળે તો મુઠ્ઠી બતાવીને કહે, ‘માણસ મર્યા પછી મુઠ્ઠી રાખ, બીજું કશું નહીં. જોકે ડૉક્ટર તરીકે લેશમાત્ર ફરજ ચૂકે નહીં. દરદી અમીર હોય કે ગરીબ તેમને માટે દરદી એટલે દરદી. પોતાની શક્તિનું છેલ્લું ટીપું નિચોવી સારવાર કરે.

ડૉક્ટરના દવાખાના સામે જ એક ભગત રહે. ઓટલા પર બેસીને માળા ફેરવે. બન્ને એકબીજાને સમજે અને બન્ને પાકા દોસ્ત. ડૉક્ટર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને જરા બહાર નીકળે તો ભગત બોલી ઊઠે:

‘દાક્તર, તારી ડોકમાં તારી માળા ભારે શોભી ઊઠે છે હોં. અમારી આ રુદ્રાક્ષની માળા કરતાં તારી માળા તો ભાઈ વધુ જીવતી અને જીવનદાન દેનારી. ધબકારા કોકના અને મણકા તારા. તારે મણકે મહારાજ રાજી, રાજી ને રાજી.’

ડૉક્ટર માત્ર હસે. ભગતનો હરખ ભાળી થાક ભૂલી જાય. એવામાં ડૉક્ટર પોતે જ માંદા પડ્યા. સમજી ગયા કે રોગ જીવલેણ છે. પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે. ભગતને ખબર પડી એટલે તે ડૉક્ટરને જોવા આવ્યા. ભગત કહે, ‘દાક્તર તમેય જાણો છો અને મારો આત્મા પણ જાણે છે કે આમાંથી તમે બેઠા થવાના નથી, પણ ખાતરી રાખજો કે તમે વૈકુંઠમાં જ જવાના છો.’ ડૉક્ટર મંદ હસ્યા. ધીમેથી બોલ્યા, ‘કેવું વૈકુંઠ ને કેવી વાત?’

ભગત કહે, ‘દાક્તર, તમે ભલે ન માનો, પણ મારો વહાલો હરિ તો તમને લેવા દોટ મૂકશે, તમને વૈકુંઠમાં પોતાની પાસે સ્થાન આપશે...’

ભગત આગળ બોલતા અટકી ગયા. થોડા ભાવુક થઈને પછી બોલ્યા, ‘અને તમને કહેશે, દાક્તર...’

ડૉક્ટરે વચમાં જ રમૂજ ખાતર પૂછ્યું, ‘શું કહેશે તમારો હરિ, જરા કહો તો ખરા ભગત?’

ભગત બોલ્યા, ‘મારો વહાલો હરિ દોડી આવશે અને તમને કહેશે, દાક્તર, કે દીકરા આવ. આવ, આ વૈકુંઠમાં. તેં ભલે મારું નામ ન લીધું, પણ મારું કામ કર્યું છે હોં બેટા. તારા બાપના ઘરમાં તારો પૂરો અધિકાર છે.’

ભગતની વાત સાંભળીને દાક્તરના મનમાં આનંદ થયો. ભગત બોલ્યા, ‘આખું જીવન ઈશ્વરમાં ન માનનારાને ભગવાન મળી શકે ખરો? પણ કહ્યું છેને કે જનસેવા એ જ પ્રભુસેવા છે એથી પ્રભુને ભૂલીને પણ માણસોની સેવા કરનારને પ્રભુ પોતાના કરી સ્વીકારે છે.’

ભગતના શબ્દો ડૉક્ટરને આછા-આછા સંભળાયા. તેમના હૃદયમાં અપૂર્વ શાંતિ છવાઈ ગઈ. તેઓ કાંઈ બોલ્યા નહીં. ભગતનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રાણ છોડી દીધા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

પ્રેમ કરતા પણ વધારે પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો
જીવવું અને મરવું છે તારા પ્રેમ માં…..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

જુની કહેવત
"કર્મ કર દરીયા માં નાખ" .

નવી કહેવત
"કાઈ પણ કર ફેસબુક માં નાખ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

સ્વાભિમાની બનો અભિમાની નહીં ....
માનવીની અંદર સમાઈ રહે એ "સ્વાભિમાન" ,
ને બહાર છલકાય એ "અભિમાન" !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

પરમાત્મા નું સ્વરૂપ...." માતા - પિતા "

માતા-પિતા ની હમેંશા સેવા કરો........
વ્રુક્ષ ભલે વૃદ્ધ થઇ ગયું,
આંગણે લાગેલુ રહેવા દેજો....
ભલે તે વ્રુક્ષ ફળ ન આપે......
મીઠો છાંયડો જરૂર આપશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Saturday, 24 August 2013


આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." માતાનો કંઠ "

એન્કો જપાનનો સર્વોત્તમ વાર્તાકાર હતો. વાર્તા કહેવાની તેની રીત બધાને સંમોહિત કરતી. ડાયરો જમાવીને તે કરુણરસની વાત માંડે તો ઉપસ્થિત બધાની આંખમાંથી આંસુ વહેવા લાગે અને વીરરસની વાત કરે ત્યારે શ્રોતાવૃંદમાં એક- એક માણસને પોતે લડાઈના મેદાનમાં હાજર હોવાનો અહેસાસ થાય. ભયની વાતોનું વર્ણન કરે તો બધા ડરી જાય.

પોતાની વાર્તાશૈલીને કારણે એન્કોની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલી હતી. ખૂબ જ પ્રખ્યાત એન્કો પોતાની વાર્તા કહેવાની કલાથી ઝેન મહંત તેરશુને પ્રસન્ન કરવાની ઇચ્છાથી તેમની પાસે ગયો.

તેરશુ પાસે જઈ તેણે પોતાની વાર્તા સાંભળવાની વિનંતી કરી અને તેઓ કયા રસથી ભરપૂર વાર્તા સાંભળવાનું પસંદ કરશે એ પૂછ્યું.

તેરશુએ સ્વાગત કરી સ્થાન આપતાં કહ્યું, ‘મેં આપનાં બહુ વખાણ સાંભળ્યાં છે. આપ ધારો ત્યારે લોકોને હસાવી-રડાવી શકો છો. લોકો પ્રેમરસમાં તરબોળ થઈ જાય છે. વીરરસમાં ઉશ્કેરાટમાં ઊભા થઈ જાય છે. તમારી કળામાં તમે માહેર છો. મારે તમારી પાસેથી એક ખૂબ જ સહેલી વાર્તા સાંભળવી છે.’

એન્કોએ ખુશ થઈ પૂછ્યું, ‘કઈ?’

તેરશુ બોલ્યા, ‘મારે તમારી પાસેથી ચકા-ચકીની વાત સાંભળવી છે. મારી મા મને આ વાર્તા કહેતી ત્યારે વાર્તા અડધી-પડધી થાય ત્યારે જ મને ઊંઘ આવી જતી. તમે મને મા કહે એ રીતે જ આ કથા કહેજો એટલે મને માના પ્રેમ અને એથી મળતી શાંતિની અનુભૂતિ થાય.’

આ કામ કેટલું અઘરું છે એ સમજીને એન્કોએ કહ્યું કે ‘મારે થોડી વધારે તાલીમ લેવી પડશે અને તૈયાર થવું પડશે, હું એકાદ વર્ષ પછી આવીશ.’

વરસ પસાર થયું. થોડાં વધુ વરસો ગયાં. પાંચ વર્ષ પછી તેરશુ પાસે આવી વાર્તાકાર એન્કોએ પોતાની અશક્તિ કબૂલ કરી લીધી.

તેરશુએ તેને પ્રેમથી આશ્વાસન આપ્યું, ‘ભાઈ, આમાં તારો વાંક નથી. આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ માના કંઠમાં ઈશ્વરે જે શાંતિ મૂકી છે એનો સાક્ષાત્કાર આપણને કદી થતો નથી. 

મા એટલે જ મા છે. ઈશ્વરનો અવતાર છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Wednesday, 21 August 2013


આજ ની "વાહ-વાહ"

" દીકરી" એટલે "વહાલ" નો દરિયો
"દીકરી" એટલે દાંપત્યનો "દીવડો"
"દીકરી" એટલે બાપનો "શ્વાસ" અને "વિશ્વાસ"
"દીકરી" બાપના દિલની "શાતા" !!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

રક્ષાબંધન એટલે
ભાઇ બહેન ,વચ્ચે નો .....
"સ્નેહ્સેતુ" !!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ " કાવ્ય "

બહેન એટલે
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી
બહેન એટલે
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો
બહેન એટલે
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ
બહેન એટલે
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત
બહેન એટલે
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

ગાંધીજી ના વસ્ત્ર માં એકપણ ખિસ્સા ન હતા 
પણ ......
જો આજે બધા ના ખિસ્સા માં ગાંધીજી છે....

કટાક્ષ......

અને આજ રૂપિયા માટે આજ ના આ મહાન નેતા ભારત ને લુંટે છે.
ચાલો આપણે બદલાવ લાવીએ...દેશ બદલીએ...
શરૂઆત કોઇ એકે કરવી પડશે...
આજ થી શોધો એક વીર ને તમારી અંદર ...
આજે એક નહી અનેક ગાંધી ,ભગત સિંહ, ચંદ્રશેખર,લાલબહાદુર,વલ્લભ ભાઇ ની જરૂરત છે આ દેશ ને..જો આજે તમે વર્તમાન બદલશો તો જ આ દેશ નું ભવિષ્ય બદલાશે.
બાકી આજે પણ આપણો દેશ ક્યાં આઝાદ થયો છે.
આજે પણ ગુલામી કરે છે ફક્ત મોઢા બદલાયા છે. દેશ નું અહિત કરનાર નાં
પહેલા અંગ્રેજો હતા.....આજે આપણા મહાન નેતા છે..
વિચારજો....
આપણા મહાપુરૂષો ની આહુતી વ્યર્થ ન જાઇ તે આપણા હાથ માં છે....


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

"જનની" અને "જન્મભૂમી" સ્વર્ગ કરતા પણ મહાન છે.
જય હિંદ .........
જય ભારત માતા..........
વંદે માતરમ ...........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Thursday, 15 August 2013


આજ નુ " કાવ્ય "

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !
પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.
એને ભાન મુક્તિતણું થયું,
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું,
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું,
એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
પડું કેદખાનાંને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપતણી ગડે;
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
મારા દેશના સહુ શોષિતો,
દુનિયાના પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો
એના ભૂખ્યા પેટ છતાં એને, કેવી મોંઘી તુ કેવી મીઠી
એના બેડી બંધન તુટશે, એવી આશે ખલ્ક બધી ખડી !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નો ચિત્ર "ઉપદેશ".....

મનુષ્ય એક દુકાન છે અને જીભ તેનું તાળું
જ્યારે તાળું ખુલે ત્યારે જ ખબર પડે કે......
દુકાન "સોના" ની છે કે "કોલસા" ની !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન" ......" રાષ્ટ્રગીત "

જન ગણ મન ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

" જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા।
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥ "

વંદે માતરમ એ ભારત દેશ નું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં "વંદે માતરમ્" એક લોકપ્રીય સૂત્ર હતું.
વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશીત કર્યું હતું.

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનન્દ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે.

સુજલાં સુફલાં મલયજશીતલામ્
શસ્યશ્યામલાં માતરમ્
શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્
સુખદાં વરદાં માતરમ્

કોટિ કોટિ કણ્ઠ કલકલનિનાદ કરાલે
કોટિ કોટિ ભુજૈર્ધૃતખરકરબાલે
કે બલે મા તુમિ અબલે
બહુબલધારિણીં નમામિ તારિણીમ્
રિપુદલવારિણીં માતરમ્

તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વ્મ્ હિ પ્રાણ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ
હૃદય઼ે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડ઼િ મન્દિરે મન્દિરે

ત્બં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ બિહારિણી
બાણી બિદ્યાદાય઼િની ત્બામ્
નમામિ કમલાં અમલાં અતુલામ્
સુજલાં સુફલાં માતરમ્

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્
ધરણીં ભરણીં માતરમ્

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

હમેંશા તમારા "વિચાર" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા વિચાર એ તમારા "શબ્દો" ... 

હમેંશા તમારા "શબ્દો" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા શબ્દો એ તમારુ "વર્તન" ... 

હમેંશા તમારા "વર્તન" ને હકારાત્મક રાખો
કારણ કે તમારુ વર્તન એ તમારી "આદત" ...

હમેંશા તમારી "આદત" ને હકારાત્મક રાખો
કારણ કે તમારી આદત એ તમારા "મુલ્ય" 

હમેંશા તમારા "મુલ્ય" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા મુલ્ય એ તમારી "નિયતિ"(ભાગ્ય) !!! 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન" ......"ભારતીય ધ્વજો" 

1) ભારતનો રાષ્ટ્રધ્વજ 
ક્ષિતીજ સમાંતર ત્રિરંગો. કેસરીયો સૌથી ઉપર, વચમાં સફેદ અને સૌથી નીચે લીલો. વચ્ચેના પટ્ટાની મધ્યમાં ઘાટા વાદળી રંગનું ચક્ર જેમાં ચોવીસ આરા છે, જે ચક્રને અશોક ચક્ર કહે છે.

2) ભારતના રાષ્ટ્રપતિ નો ધ્વજ
પ્રથમ પક્ષ: રાષ્ટ્રીય એકતા દર્શાવતી સારનાથની સિઁહાકૃતિ; બીજો પક્ષ: અજંતાની ગુફાઓમાંથી પ્રેરિત તાકાત અને શાંતિનો પ્રદર્શક હાથી; ત્રીજો પક્ષ: લાલ કિલ્લામાંથી લેવાયેલ તરાજુ જે ન્યાય બતાવે છે,; ચોથો પક્ષ: સારનાથથી પ્રેરિત કમળ જે સમૃદ્ધિ બતાવે છે.
આ ધ્વજ યુનાયટેડ કિંગડમના રોયલ સ્ટાંડર્ડ ને સમાન છે.

3)દીવાની ધ્વજ
લાલ વાવટો જેના ઉપલા ખૂણે ભારતનો ધ્વજ છે.

4)સૈન્ય ધ્વજ
a) ભારતીય સેનાનો ધ્વજ - લાલ ધ્વજમાં સૈન્ય બિલ્લો અબે ઉપરના ખૂણે ભારતીય ત્રિરંગો
b) ભારતીય નૌકાસૈન્યનો ધ્વજ - સફેદ ધ્વજ જેના ઉપલા ખૂણે ભારતીય ધ્વજ
c) ભારતીય વાયુસેનાનો ધ્વજ - આછા ભૂરા ધ્વજના ઉપલા છેડે ભારતીય ધ્વજ.
d) ભારતીય તટરક્ષક દળનો ધ્વજ - ભૂરો ધ્વજ જેના ઉપરના છેડે ભારતીય ધ્વજ અને તટરક્ષક દળનો બીલ્લો.

5)નૌકાદળના ધ્વજ 
ભારતીય નૌકા સૈન્યના એડમીરલ શ્રેણીનો ધ્વજ

6)રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશના ધ્વજ
જમ્મૂ અને કાશ્મીર સિવાય કોઈપણ રાજ્ય અને કે કેન્દ્ર શાસિત પ્રદેશને સત્તાવાર ધ્વજ નથી
a) ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીર નો ધ્વજ - જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ નો લાલ રંગ શ્રમ બતાવે છે. તેમાં ત્રણ સફેદ ઔભી પટ્ટીઓ રાજ્યના ત્ર ણ પ્રદેશ જમ્મુ, કાશ્મીર અને લડાખ દર્શાવે છે.અને તેની જમણી તરફ સફેદ હળ છે. તેનું પ્રમાણ ૩:૨ છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠