Sunday, 9 March 2014

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

મને પ્રેમ છે મારા હાથ ની દરેક આંગળી ઓ થી,
ખબર નહી કઇ આંગળી પકડી મારી "માં" 
એ મને ચાલતા શીખવ્યું હશે .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." મહાન કોણ? "

ચીનના સમ્રાટ ખૂબ જ જ્ઞાની હતા. તેઓ બધાનો આદર કરતા. એક દિવસ તેમના દરબારમાં ચીનના પ્રખ્યાત જ્ઞાની તત્વવેત્તા કૉન્ફ્યુશિયસ પધાર્યા. 

ચીનના સમ્રાટે તેમનું સ્વાગત કર્યું અને જ્ઞાનચર્ચા માટે થોડા દિવસ મહેલમાં રોકાવાનો આગ્રહ કર્યો.

બીજા દિવસે જ્ઞાનચર્ચાનો આરંભ થયો. ચીનના સમ્રાટે ખૂબ જ વિનયથી મહાત્મા કૉન્ફ્યુશિયસને પ્રશ્ન કર્યો, ‘મહાત્માજી, દેવ કરતાં પણ વધુ મહાન વ્યક્તિ કોણ? મને તેની પાસે લઈ જાઓ.’

કૉન્ફ્યુશિયસે જવાબ આપ્યો, ‘સમ્રાટ તમારે ક્યાંય જવાની જરૂર નથી. દેવ કરતાં મહાન વ્યક્તિ તમે પોતે જ છો; કારણ કે જે સત્યને જાણવાની જિજ્ઞાસા રાખે છે, સત્યને શોધે છે તે વ્યક્તિ પોતે મહાન છે.’

સમ્રાટે કહ્યું, ‘આભાર મહાત્માજી. જો એમ હોય તો મને મારા કરતાં વધુ મહાન વ્યક્તિનાં દર્શન કરાવો.’

કૉન્ફ્યુશિયસે સ્મિત કરીને જવાબ આપ્યો, ‘સમ્રાટ, તો મારાં દર્શન કરો. તમારાથી વધુ મહાન વ્યક્તિ હું છું; કારણ હું સત્યને જાણું છું. સત્યને પ્રેમ કરું છું.’

સમ્રાટે કૉન્ફ્યુશિયસના પગ પકડીને નમન કરતાં કહ્યું, ‘અવિનય માફ મહર્ષિ, પણ તમારી નજરમાં જે સર્વોત્તમ મહાન હોય તે વ્યક્તિ દુનિયામાં ક્યાંય પણ હોય તો મને તેની પાસે લઈ જાઓ.’

કૉન્ફ્યુશિયસ બોલ્યા, ‘મહારાજ, તમારી આસપાસ ઘણા મહાન માણસો વસે છે. તમારી રાજધાનીના પાદરની સીમમાં ચાલો.’

સમ્રાટ ત્યાં ગયા. રાજધાની પછીના ખુલ્લા વગડામાં ૯૫ વર્ષનાં એક વૃદ્ધ ડોશી કોદાળીથી કૂવો ખોદી રહ્યાં હતાં.

તેમના તરફ આંગળી ચીંધીને કૉન્ફ્યુશિયસ બોલ્યા, ‘આ ડોશી મહાન છે. તેને કૂવો ખોદવાની કોઈ જરૂર નથી. માત્ર પોતાને જરૂર હોય તો જ કામ કરવું સ્વાર્થ છે. જે બીજાને ખપમાં આવવા આવી રીતે નિર્લિપ્ત બની કામ કરે છે તે વાસ્તવમાં મહાન છે. સ્વાર્થ વિના નિ:સ્વાર્થ કાર્ય કરીને અન્યને મદદરૂપ થનાર મહાન છે.’

સમ્રાટે ડોશીને વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

મારા પ્રેમાળ......."પરમાત્મા"

એક ભાઈએ પૂજ્ય મુરારી બાપુને એક સવાલ પુછ્યો કે .....
” ભરત જ્યારે રામ ને વન માંથી પાછા લેવા પોતાની સેના સાથે ચિત્રકુટ જાય છે ત્યારે ભરતને ઘણી વિઘ્નોનો સામનો કરવો પડે છે.
ભરતને સૌ પ્રથમ તો ભીલ જાતીના લોકોએ ગંગા પાર કરતા રોક્યા હતા.
પછી ભરતની પરીક્ષા લેવા સાધુ સંતોએ રોક્યા હતા.
ઘણા અશુરો તેમના માર્ગે આવ્યા હતા.
દેવતાઓ એ પણ ભરતજી ના પારખા લિધા હતા.
અને છેલ્લે જ્યારે ભરતજી તેમની વિશાળ સેના સાથે ચિત્રકુટ તરફ પહોચી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી તેમની સામે ધનુષ્ય લઈને ઉભા રહી ગયા હતા.
પણ ભરત જ્યારે અયોધ્યા પાછા ફરે છે.
ત્યારે કોઈ વિઘ્ન કેમ નથી આવતા ?”

ત્યારે પૂજ્ય મોરારીબાપુ ખુબ જ સારો જવાબ આપે છે 

” ભાઈ ,રામ સુધી પહોચવુ જ મુશ્કેલ છે.
પહોંચી જાય પછી તો બધા જ વિઘ્નો દુર થઇ જાય”

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

"દારુ પીવા દે મસ્જિદ બેસી ને
અથવા તે જગ્યા બતાવ જ્યા ખુદા નથી" (ગાલિબ)

"મસ્જિદ ખુદા નુ ઘર છે.પીવા ની જગ્યા નથી
નાસ્તિક ના દિલ માં જા, જ્યાં ખુદા નથી" (ઇક્બાલ)

"નાસ્તિક ના દિલ માંથી આવ્યો છું એ જોઇ ને હું
ખુદા હાજર છે ત્યા પણ તેને ખબર નથી". (ફરાઝ)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "કબીર વાણી"

"લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર,
કીડી જો મિસરી ચુંગે, હાથી શિર ડારે ધૂર".

"નમ્રતામાં પરમાત્મા વસેલો છે", 
પણ જ્યારે મનમાં અહંભાવ ભરી મોટાઈ ઘુસી જશે, તો પરમાત્માથી દૂર ચાલી જઈશ. 
જેમ નમ્ર બિચારી કીડી ધુળમાંથી ખાંડ વીણી શકે છે, એટલે નમ્ર થયેલું મન જ્ઞાનની ઝીણી વાત સમજી શકે છે. અને મોટો હાથી ખાંડ તો નહીં પકડી શકે પણ ફક્ત ધૂળ ઉડાડશે 
એટલે હાથી જેવા અહંકારી મનુષ્યને "જ્ઞાન" ની ઝીણી વાત કદી પણ સમજાશે નહીં.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠