Wednesday 29 February 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

એ આંસુ જ શુ કામ ના કે જે પોતાના ની યાદ માં ના વહે,
વિરહની લાગણી જ શુ કામની કે જેમાં મિલન ની આસ ના રહે,
સવ્પન સાકાર કરવા ના મોહ ની કિમત જો જો હ્રદય ના ચુકવે,
નહિતર જીવન ને પણ ખુદ ને ત્યજતા વાર નહિ લાગે…!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ ની "અમૃત વાણી"

કોઈ પણ જાતના બદલાની આશા વિના કોઈને મદદ કરવી એનું નામ ‘દાન’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, આંગણની ફુદકનથી લઈને માળિયામાંથી સડસડાટ ઉડી જવા સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ. 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

નોકર(ગુસ્સા મા) - શેઠ હું નોકરી છોડી રહ્યો છું .
શેઠ - કેમ શું થયું તને ?
નોકર - શેઠ તમને મારી પર વિશ્ર્વાસ નથી.
શેઠ - એવું નથી , જો હું મારા કબાટ ની ચાવી ઓ પણ તારી સામે જ મૂકી ને બહાર જાવ છું
નોકર - પણ શેઠ એ મારા શું કામ ની,તેમાથી એક પણ ચાવી આ કબાટ ને લાગતી તો નથી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

આજ આ ચહેરો નથી મારો ખુદા
હું જ છું, પણ મનસુબાઓ છે જુદા

સાંજના શઢ સુર્યનાં સંકોરતા
આગિયા બનતા પછી "ખુદ-ના-ખુદા"

ખુબ મારી જાતને શોધ્યા પછી
બારણે તકતી લગાવું, "ગુમશુદા"

ધૂળ જેવી વાત વંટોળે ચડી
આજ અફવાઓ બની ગઈ "અર્બુદા"

જીંદગીમાં શ્વાસ સૌ ફૂંકી રહ્યા
શી ખબર ક્યારે ફુટે એ "બુદબુદા"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

માં યશોદા, નંદજીને ખોરડે
આજ બંધાયા હરિહર દોરડે

કાશ શામળીયો જશે, એ વાતડી
કાળજે વિંઝાય સહુને કોરડે

અશ્રુઓ રાધાની આંખે ઝળહળે
એજ બસ દિવા સરીખું ઓરડે

છન્ન પાયલ, છમ્મ મીંરા પ્રેમ છે
ઝેરના ફળફળ ઉકળતે તોરડે

આપણું આ આયખું શિરમોર છે
એક પીંછુ હાથ આવી જો ચડે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

અનેક તરંગ હોવા છતાં દરિયો એક છે,
અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક છે,
પરંતુ માણસો કેમ નથી સમજતા,
કે અનેક ધર્મ હોવા છતાં "ઈશ્વર" તો એક જ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

ક્યારેક એને મારી "પ્રિત" સમજાય જશે
ત્યારે હ્રદય એનું મુંજાય જશે
પછી ગોતશે મને સઘળા સંસાર માં
પણ ત્યાં સુધી માં તો મારું અસ્તિત્વ ખોવાય જશે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે પરમકૃપાળુ વ્હાલા, મેં પીધાં વિષનાં પ્યાલા,
વિષને અમૃત કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો?
મારા સાચા ખેવનહારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાનું દિલ હરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

પોતાની હસતી બેફીકર હોવી જોઈએ,
દુનિયા ની નઝર તમારી ઉપર હોવી જોઈએ,
કામ એવા કરો જીવન માં કે ભગવાન પણ કહે,
આની જગ્યા તો મારી બાજુ માં જ હોવી જોઈએ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

જ્યારે દિલ માંથી નીકળી જાય છે. " માં "
ત્યારે દિવાલ પર આવી જાય છે. " માં "

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી,એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ છીનવી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Friday 24 February 2012


આજ ની "વાહ-વાહ"

એમણે જવુ હતુ,જતા રહ્યા…
અમારે ખોવુ હતુ,અમે ખોઇ ચુક્યા…
ફર્ક તો ખાલી એટલોજ હતો કે…
એમણે જીંદગી નો એક પળ ખોયો
…અને અમે…
એક પળ માં આખી જીંદગી…!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ "સાંકડી" 
અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ "વિશાળ" હોય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

જીવન માં વધું સુખી રહેવું હોય તો યાદ રાખજો કે......
જીવન ના નાના માં નાની ખુશી ને વધુ ને વધુ માણજો
અને યાદ રાખજો...
જીવન નાં મોટા માં મોટા દુઃખ ને સહન કરતાં શીખજો 
અને બને તેટલુ જલ્દી ભૂલી જજો.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજની પબ્લિક પોસ્ટ"

કિમંત પાણી ની નહીં તરસ ની છે,
કિમંત મૃત્યુ ની નહીં શ્ર્વાસ ની છે,
સબંધો તો ઘણા છે જીવન માં પણ
કિમંત સબંધ ની નહીં તેના પર
મુકેલા "વિશ્ર્વાસ" ની છે.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

કોઇ ને યાદ કરતા મારુ દીલ હરખાઇ છે
મુખડુ મારુ પણ મરક મરક મલકાઇ છે
ઊંડા વીસાળ સમંદર જેવૂ હતુ દીલ મારુ 
બસ તેનાજ સહવાસે છલો છલ "છલકાઇ" છે 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

બારી તટસ્થ છે, નીચે જુઓ છો તો એ કાદવ દેખાડે છે,
ઉપર જુઓ છો તો એ મેઘધનુષ્ય બતાવે છે.
શબ્દો બિલકુલ આ બારી જેવા છે,
જો દુરુપયોગ કરો છો તો જીવનને એ કીચડ તુલ્ય બનાવે છે પણ,
જો સદુપયોગ કરો છો તો જીવનને એ મેઘધનુષ્ય તુલ્ય બનાવે છે.
શબ્દોનો ઉપયોગ હંમેશા સંભાળી ને કરો, કીચડ અને મેઘધનુષ્ય ને હંમેશા યાદ રાખો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ ની "અમૃત વાણી"

આનંદનું અત્તર એવું છે જેમ બીજા પર વધુ છાંટશો 
તેમ વધુ "સુગંધ" તમને મળશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

સોનાનું શિખર શોભતું સાગર તો લહેરાય
મન મંદિરમાં વસતા એ ભોલે નાથ સદાય
નાથ ભોળો દ્વાદશ લિંગમાં પ્રથમ ગણાય
થશે કલ્યાણ સૌનું એ કરતો હરેકની સહાય.
મહાદેવ એ જગનો, દેવાધિદેવ તો કહેવાય
હાર છે હૈયાનો ભાઈ, સદા સૌરાષ્ટ્રે સોહાય
દેવ છે દુનિયાનો સોમનાથ નામે ઓળખાય
વચન સિદ્ધ કર્યું “સરદારે“ સમગ્ર વિશ્વે વખણાય ..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન"...."બાર જ્યોતિર્લીંગ" 

જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ.

સોમનાથ:- સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું

નાગેશ્વર:- દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લીંગ છે.

મહાકાલેશ્વર:- ઉજ્જૈન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લીંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લીંગ છે. એટલા માટે આ જ્યોતિર્લીંગનું પૌરાણીક અને તાંત્રીક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લીંગ પણ સ્વંયંભૂ છે.

મલ્લિકાર્જુન :- આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે છે.

ભીમશંકર :- મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લીંગ ભમવતી નદીના કિનારે આવેલ છે.

ઓમકારેશ્વર :- મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે- ઓમકારેશ્વર અને મમલેશ્વર.

કાશી વિશ્વનાથ :- વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે.

ત્ર્યંબકેશ્વર :- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે

રામેશ્વર :- જ્યોતિર્લીંગ તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી.

બૈદ્યનાથ :- આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર.

કેદારનાથ : ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો બાર જ્યોતિર્લીંગમાં સમાવવાની સાથે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

રેખા હથેળીની બદલતી નથી કોઇ મંઝિલ,
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.

સડક લાંબી યા ટુંકી, પહોંચે ના કદી મંઝિલ,
અડગ વિશ્વાસને દડમજલ, પહોંચાડે મંઝિલ.

આશ હૈયે ફુલની,ને ચુભ્યા કાંટા ન દિશે મંઝિલ,
જખમ એ વેદના ના, પહોંચાડશે જરૂર મંઝિલ.

ધુળ કચરાતી પગ તળે, નહિ કોઈ મંઝિલ
બની કોડિયું પાથરે ઉજાશ, પામે નિજ મંઝિલ.

ઓ માનવી!
ન બેસ ભરોસે નસીબને, ખુદ બનાવ મંઝિલ,
હામ બસ એવી, ખુદ ઢુંઢતી આવે તુજને મંઝિલ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

સમય કેવી ગજબની સંતાકૂકડી રમે છે,
સૌને દોડાવી-હંફાવી પોતે શાંતિથી ભમે છે.
ચાલવું પડશે મારી સાથે એવું સૌને કહે છે,
રહીએ પાછળ તો "સંગાથે" કયાં કોઈ રહે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !એક મીઠું આંગણે સરવર 
હતું, "મા" !
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,એક માથે વાદળું ઝરમર 
હતું, "મા" !
સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,એમ લાગે ખોરડું પગભર
હતું, "મા" !
યાતના વચ્ચે મલકતું ને હરખતું,એ વદન હેતાળ ને મનહર 
હતું, "મા" !
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,તારું બસ હોવાપણું સરભર
હતું, "મા" !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી