Monday 23 April 2012


આજ નુ " કાવ્ય "

પ્રશંસા માં નથી હોતી કે નિંદા માં નથી હોતી.
મઝા જે હોય છે ચુપ માં, તે ચર્ચા માં નથી હોતી.

ગુલાબી આંખ ની રંગીની શીશા માં નથી હોતી,
નજર માં હોય છે મસ્તી, જે મદીરા માં નથી હોતી.

ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદાર ’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં,તે ગંગામાં નથી હોતી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

કેટલાક લોકો પણ કમાલ હોય છે..
આંખ માં રોનક અને ચહેરે ખુશ ખુશાલ હોય છે..
પણ એવા લોકો ને જરા ધ્યાન થી જો જો..
એમના ખિસ્સા માં "ભીના" રૂમાલ પ ણ હોય છે....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

તુ છે અહી તો "સ્વર્ગ" છે અહીંયા,
તુ નથી તો જીવન બને "નર્ક" અહીંયા,

તુ જો બોલે તો "ફુલો" વરસે,
ચુપ જો થઈ જા તો "આંસુ" વરસે અહીંયા,

મળે જો તુ આવે "વસંત",
ન મળે તો "વિરાન" થઈ જાય અહીંયા,

"ખુશ" જો થઈ જા તો દુનિયા લુટાવીયે,
"રીસાય" જા અગર તુ તો લુટાય દુનિયા અહીંયા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

(છગન તેના મિત્ર મગન ને.)
મેં ગઈકાલે એક હિન્દી મૂવી ચેનલ પર રજુ થનારી 
ફિલ્મો વિષેની જાહેરાત જોઈ….
સવારે......... ‘મહોબ્બત’, 
બપોરે ..........‘વિવાહ’ 
અને 
સાંજે ............‘ગુલામ’….

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

માં......................
"માં" એવી હોય છે. 
જે દુનિયા મા બધા વ્યકિત નું સ્થાન લઈ શકે છે.
પરતું....
આ દુનિયા માં કોઈ એવી વ્યકિત નહીં હોય 
જે "માં" નું સ્થાન લઈ શકે.

કારણ બધા સબંધ માં મા નુ સ્થાન "સર્વોપરી" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

જીવન માં ઘણી વાર આપણા મુખ માથી નીકળેલી 
"વાણી" પણ બીજા ના મન અને આત્મા 
પર વધુ ઇજા કરે .અને જે શરીર ની ઇજા કરતા 
ક્યાંય વધું દુઃખદાયી હોય છે.
માટે મુખ માંથી વાક્ય ઉચ્ચારતા પહેલા બે વાર વિચાર કરવો..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

ચીન ની દીવાલ ને અદભુત કહી શકાય કારણ કે, 
.
.
.
.
.
..

તે china નો માલ હોવા છતાં વધારે ટકાવ છે….

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

મૌત તો ખાલી નામ થી "બદનામ " છે.
બાકી તો "ઝીંદગી" જ તકલીફ વધુ આપે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Thursday 19 April 2012


આજ ની "અમૃત વાણી"

મન માં રાખી ને જીવન જીવશો....
તો ક્યારેય મન "ભરી" ને નહી જીવી શકો......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

પ્રણયમાં પ્રાણની બાજી લગાવીને હસી લઈશું,
અમારી હારથી તમને હરાવીને હસી લઈશું.

ખુશી જો કોઈ સાંપડશે અમારા શુષ્ક જીવનમાં,
તો આંખોમાં અમે અશ્રુઓ લાવીને હસી લઈશું.

વિધાતાએ લખેલા દુઃખ અમે કઈ એમ સહેવાના,
કે એ દુઃખથી વિધાતાને રડાવીને હસી લઈશું.

દિલાસો કે દવા નહિ તો ભલે, પણ દ્રષ્ટી તો કરજો,
તમારા દર્દ ખુદ તમને બતાવીને હસી લઈશું.

અહીં જાહેરમાં હસવું દીવાનાનો તમાશો છે,
જો હસવું આવશે તો મુખ છુપાવીને હસી લઈશું.

શમાની જેમ સળગી રાતભર રડવું નથી ગમતું,
અમે એથી બધા દીપક બુઝાવીને હસી લઈશું.

ન રડ,ઓ દિલ ભલેને પ્રેમમાં મંઝીલ નથી મળતી,
અમે ખુદ પ્રેમને મંઝીલ બનાવીને હસી લઈશું.

પગે અથડાઈને અમને ના પછાડે એટલા માટે,
અમે સૌ પાપને મસ્તક પર ઊઠાવીને હસી લઈશું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

જીવન માં સારા સમય કરતા વધુ મહત્વ સારા સબંધ ને આપજો
કેમકે.......
સારા વ્યકિત જીવન માં સારો સમય લાવી શકે છે.
પરંતુ ....
સારો સમય જીવન માં ક્યારેય સારા વ્યકિત નહી લાવી શકે....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

તારી નસીલી આંખોનો હું દીવાનો થઇ ગયો છું,
તારા ગુલાબી ગાલ નો દીવાનો થઇ ગયો છું,
તારાથી જુદા થઇને હું જાવ ક્યાં ?
તારી યાદમાં વીતેલી દરેક પળો નો દીવાનો થઇ ગયો હું ... 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

"આજની પબ્લિક પોસ્ટ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

એક ડૉક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. 
શું કરવું તે ન સમજાવાથી એણે એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.

મિત્રે કહ્યું, - ‘એમાં શું ?’ ‘એને પરણી જા, એટલે પત્યું !’
ડૉક્ટર - ‘પરણી જાઉં કેવી રીતે ? 
એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે. 
એને પરણું તો પછી મારે મફત જ દવા આપવી પડે ને ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Tuesday 17 April 2012


આજ ની " ગમ્મત "

એકવાર આપણા બાપૂએ એમના દિકરા, 
મગનને સાયન્સના ક્લાસમાં ભણવા મેલ્યો..!!

Teacher (ક્લાસમાં) :- મગન, WATER ની ફોર્મ્યુલા જણાવો..!!
મગન (જવાબમાં) :- H2O + MGCL2 + CASO4 + ALCL3 + NA(OH) + KOH + HNO3 + H2SO4 +HCL + CO2..!!
Teacher - ડોબા, મેં તને પાણીની ફોર્મ્યુલા પૂછી ..!! આ શું છે ..??
મગન (જવાબમાં) :- બેન, આ અમારું મ્યુનિસિપાલ્ટીનું પાણી છે..!!


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

ભગવાન પાસે આજે કંઈક માંગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

ઘુટણીયા પાછા કરવા છે પા પા પગલી કરવી છે,
તેમ કરતા કરતા પડી જવું છે,
ને રડતા રડતા માં ને ખોળે પાછું બેસવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

માં નો હાથ પકડીને નિશાળે પાછુ જવું છે,
ચાલુ તાસમાં મારે નાસ્તો ખાવો છે,
ને રીસેસ માં મારા મિત્રોનું ચોરીને ખાવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

લેસન કર્યા વગર વર્ગમાં મારે બેસવું છે,
ને ટીચરોએ આપેલી સજા ભોગવવી છે,
ચાલુ વર્ગમાં વર્ગની બહાર ઊભા રેહવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

પરીક્ષાની તૈયારીમાં રાતે ઉજાગરા કરવા છે,
મિત્રો સાથે બેસીને મારે પાછું વાંચવું છે,
ને પરીક્ષાખંડમાં બેસીને આગળ ને પાછળ ફરવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

વેકેશનની મજા મારે માણવી છે,
મિત્રો સાથે ઘણી રમતો મારે રમવી છે,
રમતો માં કંઈક ચૂક થાય તો મેદાન છોડી ભાગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

આજે મોટો થઇને સંસાર ને સમાજની વચ્ચે અટવાયો છું,
તેમાંથી બે ઘડી મારે બહાર નીકળવું છે
હસતું, ખીલતું, નિઃસ્વાર્થ અને નિખાલશ બાળપણ મારે પાછું જીવવું છે,

ભગવાન પાસે આજે કંઈક માંગવું છે,
બાળપણ પાછું આપી દો મને બાળપણ પાછું જીવવું છે,

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

લક્ષ્ય હીન મનુષ્ય નું જીવન "કોડી" તુલ્ય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

જીવન માં દરેક મનુષ્યે પોતે કરેલા અ સંખ્ય
"પાપ " નાના જ લાગતા હોય છે.
જ્યા સુધી તે પાપ નું "પરીણામ " ભોગવવું ના પડે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

સ્વર્ગ માં "માતા" નો ખોળો છે કે નહી ....
તેની ખબર નથી પણ....
માતા ના ખોળા માં "સ્વર્ગ " છે
તેમાં કોઈ શંકા નથી....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday 14 April 2012


આજ ની "અમૃત વાણી"

જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના "પ્રેમ" જ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

જો તમે ગરીબો ની સેવા,સહાય નથી કરતા,
તો તમારી પુજા, અર્ચના, માળા, જપ આ બધું વ્યર્થ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી