Monday, 16 July 2012
આજ નુ "કઈંક અવનવું" ..... જીભ વિશે જાણવા જેવું!
(૧) જીભ શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે.
(૨) જીભ એક જ સ્નાયુ એવો છે કે જેનો એક છેડો ખુલ્લો અને બીજો ગળામાં જોડાયેલો છે.
(૩) જીભ પર થયેલ ચાંદી કે ઈજા સૌથી જલદી મટી પણ જાય છે.
(૪) ફિંગર પ્રિન્ટની જેમ દરેક માણસની જીભની સપાટીની પ્રિન્ટ પણ અલગ અલગ હોય છે.
(૫) મગર કદી પણ પોતાની જીભ બહાર કાઢી શકતો નથી.
(૬) કાચીંડાની જીભ તેના શરીરની લંબાઈ કરતાંય વધુ લાંબી હોય છે.
(૭) જિરાફની જીભ ઉપર ઝીણા વાળ હોય છે, એટલે તે કાંટાવાળાં ઝાડપાન ખાઈ શકે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની "ટૂંકી વાર્તા"..... "બ્રહ્મજ્ઞાનનો અધિકારી"
એક સાધક હતો.તે કોઈ એક મહાત્માની પાસે ગયો ને તેમને વિનંતિ કરીને કહ્યું મહાત્મા, મને "આત્મસાક્ષાત્કાર" કરાવો.
મહાત્માએ એક મંત્ર આપતાં કહ્યું બરાબર એક વર્ષ પૂરું થયા બાદ નાહી કરીને મારી પાસે આવજે. સાધકે એ પ્રમાણે મંત્ર-ઉપાસના કરતાં કરતાં એક વર્ષ વિતાવ્યું.
આ બાજુ વર્ષ પૂરું થતાં મહાત્માએ કચરો કાઢતી એક મહિલાને બોલાવીને કહ્યું જ્યારે અહીં સાધક નાહી-ધોઈને આવે ત્યારે તું એની પર કાદવ ફેંકજે.
મહિલાએ સાધકને આવતો જોતાં જ એની પર કાદવ ને કચરો ફેંક્યો. સાધક આથી ગુસ્સે થઈ તેને મારવા દોડયો.
મહિલા ભયની મારી નાસી ગઈ. સાધક ફરીથી નાહીને મહાત્માજી પાસે ગયો. મહાત્માજી બોલ્યાઃભાઈ, હજી તારો સ્વભાવ બદલાયો નથી ને સાપની જેમ જેને તેને ડસવા દોડે છે. જા, ફરી આખું વર્ષ મંત્રનો જપ કર ને પછી આવજે.
સાધકને ખરાબ લાગ્યું, પરંતુ ગુરુની આજ્ઞા માથે ચઢાવી તે ચાલ્યો ગયો ને ફરીથી મંત્ર-જપ કરવા બેસી ગયો. એમ કરતાં કરતાં બીજુ વર્ષ પણ પૂરું થવા આવ્યું.
મહાત્માજીએ ફરી પેલી મહિલાને બોલાવીને કહ્યું ‘જ્યારે પેલો સાધક આવે ત્યારે એના પગે આ ઝાડુ મારજે.
પણ મહારાજ, એ મને મારે તો ?
ના આજે તને મારશે નહિ, માત્ર લડશે.
પેલો સાધક આવ્યો કે તરત જ મહિલાએ પાછળથી એના પગ પર ઝાડુ માર્યું. સાધકે એને કઠોર શબ્દો કહ્યા ને બબડતો બબડતો તે પાછો નાહીધોઈને મહાત્મા પાસે આવ્યો ને એમની પાસે બેઠો.
મહાત્માજી બોલ્યાઃભાઈ,હવે કરડતા તો નથી છતાંય સાપની જેમ ફૂંફાડા તો માર્યા જ કરો છો. કાંઈ એવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. જા, હજી એક વર્ષ જપ-તપ કર.
આ વખતે સાધકને પોતાની ભૂલ સમજાઈ ને તે શરમાઈ ગયો. એમાં એણે મહાત્માજીની કૃપા માનીને મનમાંને મનમાં તેમની પ્રશંસા કરતો કરતો તે પાછો પોતાની જગ્યાએ આવ્યો ને ફરીથી મન દઈને મંત્ર-જપ કરવા બેસી ગયો.
ત્રીજું વર્ષ પણ પૂરું થયું. ફરી વાર મહાત્માજીએ પેલી મહિલાને બોલાવીને કહ્યું આ વખતે તારી કચરાની ટોપલી જ એના માથે નાખી દેજે. એ ખિજાશે પણ નહિ ને બોલશે પણ નહિ.
મહિલાએ એ પ્રમાણે કર્યું. પરંતુ સાધકનું મન શાંત અને પવિત્ર બની ગયું હતું. તેથી તે ન તો ચિડાયો કે ન ગુસ્સે થઈ કાંઈ અપશબ્દ બોલ્યો. ઊલટું તેણે ભંગડી પ્રત્યે કૃતજ્ઞતા દાખવી. બે હાથ જોડી કહ્યું માતા, તમારો મારી પર ભારે ઉપકાર થયો છે, મારા દુર્ગુણનો નાશ કરવા માટે તમે ત્રણ ત્રણ વર્ષેાથી પ્રયત્ન કરી રહ્યાં છો. તમારી જ કૃપાથી મારું મન સ્વચ્છ અને શુદ્વ બની ગયું છે. મારા મનમાં હવે કોઈ વિકાર રહ્યો નથી તેથી ગુરુ મહારાજ પણ આજ મને જરૂર ઉપદેશ આપશે.એટલું કહી એને પ્રણામ કરી તે ગુરુ મહારાજ પાસે જઈ એમના ચરણોમાં ઝૂકી પડયો.
ગુરુ મહારાજે તેને છાતી સરખો ચાંપ્યો. જેનું મન શુદ્વ થઈ ગયું હોય એને કાંઈ ઉપદેશ ગ્રહણ કરતાં વાર લાગે ?
અજ્ઞાનનો નાશ થયો, જ્ઞાન તો હતું જ. અજ્ઞાન દૂર થતાં જ સાધકને આત્મજ્ઞાન થયું.
"જે નમ્રતા દાખવે છે, તેને જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તે જ સાચા જ્ઞાનનો અધિકારી છે."
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની "હેલ્થ ટીપ્સ"...
રૂટિન લાઈફમાં જો મધનો ઉપયોગ કરવામાં આવે તો તે આપની હેલ્ધ માટે ઘણું જ સારુ માનવામાં આવે છે. આપની ઘણી શારીરિક અને
માનસિક સમસ્યાઓ દૂર કરવા મધનો ઉપયોગ થઈ શકે છે.
1 દરરોજ 25 ગ્રામ મધ જરૂર લો પણ મધ એકલુ નહીં દૂધ કે પાણી સાથે જ લો. જો રાતે સૂતા પહેલા દૂધની સાથે મધ લેવામાં આવે તો ખૂબ જ સારી ઊંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.
2 ગ્લોઈંગ સ્કિન માટે પણ આપ મધનો ઉપયોગ કરી શકો છો. -બેસન, મલાઈ મધમાં મેળવી ત્વચા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરાને ધોઈ લો. ચહેરો ચમકી જશે.
3 ત્વચાનો રોગ હોય કે કપાયેલો કે બળેલ ભાગ હોય તો મધ લગાવો તો જાદુ જેવી અસર થશે. ત્વચા કોઈપણ પ્રકારના રોગ દૂર કરવા અક્સીર છે મધ
3 દૂધમાં ખાંડની જગ્યાએ મધ લેવાથી ગેસ નથી થતો અને પેટના કીડાઓ નીકળી જાય છે.
4 ખાંસી થાય ત્યારે મધની ભાપ લો અને તે પાણીથી જ કોગળા કરો. દરરોજ નવશેકા પાણીની સાથે મધ લેવાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે.
5 મધને દાંતના પેઢા ઉપર લગાવવાથી પાયોરિયા નથી થતો.
6 નાના બાળકોને દૂધ પહેલા મધ ચટાડવામાં આવે ત્યારબાદ દૂધ પીવડાવવામાં આવે તો આ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
7 બાળકોના જ્યારે દાંત નિકળતા હોય ત્યારે બાળકના પેઢા ઉપર મધ ઘસો તો આસાનીથી દાંત ફુટી નિકળશે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ નુ "જ્ઞાન".....ભગવાન વિષ્ણુના 10 અવતાર
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ જગતપાલક માનવામાં આવે છે. ધર્મની રક્ષા માટે હિન્દૂ ધર્મ ગ્રંથ શ્રીમદ્ગભાગવતપુરાણ અનુસાર સતયુગથી લઈને કલિયુગ સુધી ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા છે, જેમાં દસ મુખ્ય અવતાર છે અને બાકીના અંશાવતાર છે.જે માત્ર કોઈ કામ માટે અવતરીને કામ પૂરું કરી તરત અદ્રશ્ય થઈ જાય તેને "અંશાવતાર" કહે છે.
01 મત્સ્ય અવતાર – જ્યારે પ્રલય થઈ રહ્યો હતો ત્યારે તેમાંથી સત્ કર્મિઓને બચાવવા માટે "મત્સ્ય" અવતાર ધારણ કર્યો હતો.
02 કૂર્મ વતાર – જ્યારે દેવો અને દાનવો સમુદ્રમંથન કર્યું હતું ત્યારે મંદારા પર્વત ફરી શકે તે માટે સમુદ્રમંથન સમયે "કૂર્મ" (કાચબા) અવતાર લીધો હતો.
03 વરાહ અવતાર – હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે. પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો.
04 નરસિંહ અવતાર – અડધુ શરીર ‘નર’-માણસનું અને અડધું ‘સિંહ’નું ધારણ કરી અને પોતાના ભક્ત પ્રહ્લાદને બચાવ્યો અને હિરણાકશ્યપનો સંહાર કર્યો હતો.
05 વામન અવતાર – ઠીંગણા બ્રાહ્મણ વેશ ધરી અને બલિ રાજા પાસેથી ત્રણ વેત જમીન માપી સમગ્ર પૃથ્વી-પાતાળ-સ્વર્ગ છોડાવ્યું.
06 પરશુરામ અવતાર – બ્રાહ્મણના રૂપે જન્મેલ યોદ્ધાના અવતારમાં તેણે પાપી, દુરાચારી રાજાઓનો સંહાર કર્યો.
07 શ્રીરામ અવતાર – મર્યાદા પુરુષોત્તમના રૂપે જન્મ લઈ અને અનેક પ્રાણીને મોક્ષ આપતા રાવણનો ઉદ્ધાર કર્યો
08 બુદ્ધ અવતાર – ક્ષમા, શીલ અને શાંતિના રૂપે અવતાર લઈ અને સંસારને શાંતિનો માર્ગ બતાવ્યો.
09 શ્રીકૃષ્ણ અવતાર – 16 કલાઓના પૂર્ણ અવતાર રૂપ જીવનની ઘણી સમજ સાથે સમાજને શિક્ષા આપી કંસ ઉદ્ધાર અને કૌરવોના સંહારમાં કારણભૂત થઈ પ્રેમતત્વ રુપે સ્થાપિત થયા.
10 કલ્કી અવતાર – આ અવતાર કલિયુગના અંતમાં થનાર છે તેવી ભવિષ્યવાણી શાસ્ત્રોએ કરી છે. અને અવતાર ધરી સૃષ્ટિનો સંહાર કરશે.
આ અવતાર સફેદ ઘોડા પર બેસી હાથ માં તલવાર લઇ બુરાઇ નો નાશ કરશે
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Saturday, 7 July 2012
જીવન માં વિચારવા જેવું .....
જીવન માં આ બે વ્યક્તિ નો ખ્યાલ હમેંશા
પોતાના જીવ કરતા વધુ રાખજો...
એક તે વ્યક્તિ જે તમારી જીત માટે પૂરી જીંદગી બધુ હાર્યો હોય
અને પોતાની બધી ખુશી તમારી માટે ન્યોછાવર કરી દીધી હોય....
"એક પિતા"
બીજુ તે વ્યક્તિ જેને તમે તમારી હરેક મુશ્કેલી અને દુઃખ માં બોલાવી હોય
જેને પોતાના દુઃખ કરતા તમારા દુઃખ ને દુર કરવા વધુ મહેનત કરી હોય.
"એક માં"
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
પરમાત્મા નું સ્વરૂપ...." માં "
માં કેવી રીતે કહું તારો મહિમા,
કોને આપું તારી ઉપમા,
નદી જેવી મીઠી છે તું,
પણ નદી કરતા વધારે વિશાળ છે તું,
સાગર જેવી વિશાળ છે તું,
પણ મનથી ખારાશ વગરની છે તું,
સુરજ ની જેમ પ્રકાશિત કરે છે જીવન ને તું,
પણ ગરમ મિજાજ વગરની છે તું,
ચાંદ જેવી શીતળતા આપે છે તું,
પણ દાગ વગરની મમતા થી સભર છે તું,
ફૂલની જેમ સુવાસિત કરે છે જીવન ને તું,
પણ કાંટા વગરનો પ્રેમ આપે છે તું,
માં કેવી રીતે કહું તારો મહિમા,
કોને આપું તારી ઉપમા,
“મહિમા” અને “ઉપમા” શબ્દો પણ છે તારા વગર અધૂરા,
કેમ કે એમાં પણ સમાયેલી છે તું ...."મારી માં"
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની " ગમ્મત "
ચીન્ટુ અને ચીમન એક મેળામાં ગયા. ત્યાં એક હેલિકોપ્ટર આવ્યું હતું, જે મેળાનો ચક્કર લગાવવાના 1000 રૂપિયા લેતું હતું. ચીમન હેલિકોપ્ટરમાં ફરવા માંગતો હતો, પરંતુ ચીન્ટુ કંજૂસ હતો.
ચીન્ટુ- યાર, પાંચ મિનિટ બેસીને તુ ક્યાં રાજા બની જવાનો છે, 1000 રૂપિયાનો સવાલ છે. 1000 રૂપિયા એટલે 1000 રૂપિયા યાર.
તેમ છતાં ચીમન માનવા તૈયાર ન હતો. ચીન્ટુ વારંવાર એવુ સમજાવી રહ્યો હતો કે, સમજ યાર, 1000 રૂપિયાનો સવાલ છે.
ચીમન અને ચીન્ટુની આ દલીલ પાઇલોટે સાંભળી લીધી.
પાઇલોટ- સાંભળો, હું તમારી પાસેથી કોઇ પૈસા નહીં લઉ, પરંતુ એક શરત કે હેલિકોપ્ટરમાં મુસાફરી કરતી વખતે તમારા બેમાંથી કોઇપણ એક શબ્દ નહીં બોલે. જો કોઇપણ એક શબ્દ બોલ્યો તો હું 1000 રૂપિયા લઇશ.
બન્નેએ આ શરત માની લીધી. પાઇલોટે તેમને હેલિકોપ્ટરની પાછળની સીટે બેસાડ્યા, અને હેલિકોપ્ટર ઉડાડ્યું. આકાશમાં પાઇલોટે પોતાની અનેક ખતરનાક કરતબો બતાવી. જેથી બન્નેમાંથી કોઇ એક બૂમ પાડે. પરંતુ બન્નેમાંથી કોઇએપણ બૂમ પાડી નહીં.
અંતે પાઇલોટ હેલિકોપ્ટર નીચે ઉતારવા લાગ્યો અને બોલ્યો- હવે તમે બોલી શકો છો, મે આટલી બધી કરતબો બતાવી, પરંતુ ન તો તમને બીક લાગી કે ન તો તમે કોઇ બૂમ પાડી.
હવે ચીન્ટુ બોલ્યો- બીક તો ઘણી લાગી હતી, એ વખતે તે બૂમ નીકળી જાત જ્યારે ચીમન નીચે પડ્યો, પરંતુ યાર, 1000 રૂપિયાનો સવાલ હતો.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ નુ "જ્ઞાન"...."સમુદ્રમંથન ના 14 રત્નો"
દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયા પછી સ્વર્ગના રત્નો વિલીન થઈ જાય છે. તેને પાછા મેળયવવા માટે દેવો અને દાનવો મળી અને સમુદ્રમંથન કરે છે. મંદ્રાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો હતો અને વાસુકી નાગને રાષ (દોરડું) બનાવવામાં આવ્યું. જ્યારે મંદ્રાચલ પર્વત ફર્યો નહીં ત્યારે વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈ અને પર્વતને તેની પીઠ પર ખારણ કર્યો. આમ, દેવો-દાનવોએ સમુદ્રને વલાવવાનું શરૂ કરે છે પછી એક પછી એક રત્નો તેમાંથી પ્રાપ્ત થાય છે.
ભાગવતમાં કાચબા સ્વરૂપના અવતાર વર્ણનમાં અને સ્કંદ પુરાણમાં નવમા અધ્યયમાં વર્ણન છે. અને એવું માનવામાં આવે છે કે સમુદ્રમંથન એ ભારતનું સૌ પ્રથમ નાટક હતું. એવું નાટ્યશાસ્ત્ર જણાવે છે.
આ સમુદ્રમંથનમાંથી ચૌદ રત્નો નીકળે છે જે સમગ્ર બ્રહ્માંડમાં તેનું પોતાનું ખાસ મહત્વ ધરાવે છે
સમુદ્રમંથન કરતા સૌ પ્રથમ કાલકૂટ નામનું ઝેર બહાર આવે છે તેની હવા માત્રથી બધું સળગવા લાગે છે. ત્યારે કાળકૂટને તો કાળના કાળ મહાકાળ જ વસમાં કરી શકે તેવું માની દેવો શંકર ભગવાન પાસે ગયા અને તેણે આ કાળકૂટ ઝેરને પોતાના ગળામાં સ્થિત કર્યું તેથી તેને નિલકંઠ કહેવામાં આવે છે.
બીજું રત્ન ઐરાવત હાથી નીકળે છે તે દેવોના રાજા ઈન્દ્ર તેને રાખી લે છે. આ હાથીને ચાર મુખ અને સાત સૂંઢ હતી. તે આકાશમાં ઉડી શકે અને પાણીમાં તરી અને પાતાળ સુધીનો રસ્તો કરી શકે તેવો શક્તિ શાળી હતો. તે દેવોના યુદ્ધ માટે વપરાતો એક શક્તિ શાળી હાથી હતો જેથી દેવરાજ ઈન્દ્ર દશે દિશાનું રક્ષણ કરતા હતા.
ત્રીજુંરત્ન કામધેનુ ગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ,ઘી આપી શકતી હતી તે ઋષીઓએ લઈ લીધી અને તેનું પાલન પોષણ જમદગ્નિએ કર્યું હતું. અને તેના રક્ષણ માટે સહસ્ત્રાર્જુન કામધેનુને લઈ જવા માંગતો હતો ત્યારે પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને પણ તેની રક્ષા કરી હતી. આ પહેલા તે કશ્યપ ઋષી પાસે આ કામધેનુ ગાય નિવાસ કરતી હતી.
ચોથું રત્ન ઉચ્ચૈઃશ્રવા ઘોડો નિકળ્યો જે દૈત્ય રાજ બલીએ લઈ લીધો. પાછળથી આ ઘોડાને ઈન્દ્ર દ્વારા જીતી લેવામાં આવે છે. આ ઘોડાને સાત મુખ હોય છે. અને તે તેના પર અસવાર થયેલા વ્યક્તિની ઈચ્છા પ્રમાણે ચેલતો, કુદતો કે ઉડતો હતો. અને દેવોએ તેનો ઉપયોગ દૈત્યો વિરૂદ્ધ યુદ્ધ માટે અનેક વખત કર્યો છે.
પાંચમું રત્ન કૌસ્તુભમણિ નીકળ્યું. કરોડો સૂર્યના પ્રકાશ જેવું પણ શિતળ પ્રકાશ આપનાર આ મણિ વિષ્ણુએ લઈ લીધું. તે મણિ માટે દૈત્યોએ આક્રણ કર્યું ત્યારે જાંબવંતી પાસે તે મણિ સાચવવા આપેલ જે પાતાળ લોકમાં રહેતી હતી, તે પાછો મેળવવા માટે તેની સાથે વિષ્ણુ કૃષ્ણ અવતારમાં તેની સાથે લગ્ન કરે છે.
છઠ્ઠું રત્ન કલ્પવૃક્ષ નીકળે છે. જેને લઈ અને ઈન્દ્ર સુરકાનન-દેવોના ઉપવનમાં રોપણ કરી દે છે. અવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને કોઈ પણ વસ્તુ માંગવામા આવે તો તે તરત જ સામે આવીને પ્રાપ્ત થઈ જાય છે. કલ્પનો અંત થતા પણ તે વૃક્ષનો નાશ થતો નથી.
સાતમું રત્ન રમ્ભા નામની અપ્સરા નીકળી અને તેને સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી લેવામાં આવી. તેને ઈન્દ્રલોકમાં નૃત્ય અને સંગીત કલાને જીવંત કરી અને સૌંદર્યના પ્રતિક તરિકે તે પ્રખ્યાત હતી. તે દેવોનું રંજન કરતી હતી. ઈન્દ્ર પોતાનું આસન કોઈ તપ બળથી છીનવી ન લે તે માટે તેને ઋષીના તપભંગ માટે મોકલતા.
આઠમું રત્ન છે લક્ષ્મી. જે સુવર્ણ અને ધનથી યુક્ત હતી તેને નીકળતા જ ચારે તરફ નજર કરી અને તેણે જાતે જ વિષ્ણુને પસંદ કરી તેની પત્ની તરીકે રહી. ધન અને સુવર્ણ આપનાર વૈભવની દેવી તરીકે લક્ષ્મી હિન્દુ ધર્મમાં સુખ આપનાર મહાશક્તિ માની એક છે. શક્તિ, વિદ્યા અને સુખ આપના ત્રણ મહાશક્તિઓમાં તેનું પુજનીય સ્થાન છે.
નવમું રત્ન વારૂણી મદીરા નીકળી જે દૈત્યોએ લઈ લીધી. બીજા એક અર્થ પ્રમાણે જેમ દેવ અપ્સરાઓ હતી તે રીતે આ રાક્ષસોની આસુરી અપ્સરાના રૂપમાં પણ જોવામાં આવે છે જે દૈત્યોનું રંજન કરતી હતી. પણ મૂળ અર્થ મદીરાના અર્થમાં જ છે. આ મદિરાનો ઉલ્લેખ સોમ વેલીના ઉલ્લેખ વખતે વેદમાં પમ પ્રાપ્ત થાય છે.
દશમું રત્ન ચંદ્રમા નિકળ્યો. ચંદ્ર એ બુધ અને તારાનો પુત્ર છે. દેવોએ તેને વનસ્પતિના પોષણ માટે રાત્રીના પ્રકાશમાન થવાનો આદેસ પે છે તેથી દશ કાળીયાર જોડેલા રથને લઈને રોજ રાતે નીકળે છે તેણે દક્ષની 27 કન્યા જે નક્ષત્ર રૂપે રહેલ છે તેની સાથે લગ્ન કર્યા તેમાં રોહિણી સાથે તેને ન બનતા દક્ષ તેને શ્રાપ આપે છે અને શિવ ભક્તિ કરીને પોતાના ક્ષયને દૂર કરે છે. અને તેની જટામાં રહીને કાલકૂટની અગ્નિને શાંત કરવાનો શિવજી તેને આદેશ આપે છે.
અગીયારમું રત્ન પારિજાત વૃક્ષ નીકળે છે. પારિજાત રાતના ખીલે છે અને તેને કેશર ડાળીને સફેદ ફૂલ થાય છે તેને ધરતી પરનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. દરેક ભગવાનને તે ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત જો તે ઘર આંગણે હોય તો તે ઘરની સમૃદ્ધિ દિનપ્રતિદિન વધવા લાગે છે.
બારમું રત્ન શંખ નીકળે છે. તે વિષ્ણુ રાખે છે. આ શંખ પણ હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક ઉત્સવો સમયે તેને વગાડવામાં આવે છે. દક્ષિણા વર્તિ શંખ જો ઘરમાં રાખવામાં આવે તો તેથી સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે.
તેરમું રત્ન ધનવંતરી નીકળે છે. ધનવંતરી દેવોના વૈદ્ય છે. તેને આયુર્વેદનામાના પાંચમા વેદની રચના કરી અને મનુષ્યો માટે તન-મનથી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો. ચંદ્ર દ્વારા પોષિત વનસ્પતિનો ઉપયોગ કરી અનેક રોગમાંથી ઉગરવાનો રસ્તો જણાવ્યો છે. હિન્દુ ધર્મમાં ઉજવાતી ધનતેરસ તે આયુર્વેદ અને ધનવન્તરીનો પાદૂર્ભાવ થયેલો માનવામાં આવે છે. તેના હાથમાં ધાતુનો કળશ અને વનસ્પતિ હતી તેથી આ દિવસે સારા ધાન ખાવાનો અને ધનના પૂજનની પરંપરા છે.
ચૌદમું રત્ન અમૃત છે. જેના માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે અમૃત છેલ્લે પ્રાપ્ત થાય છે. આ અમૃત કળશ ધનવંતરીના હાથમાંથી દૈત્યો લઈને દોડે છે ત્યારે વિષ્ણુ મોહિની રૂપ લઈ તે કળશ લઈ લે છે અને દેવો તથા દાનવોને બેસાડી અને અમર કરી દેનાર આ અમૃતનું વિતરણ કરે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની "હેલ્થ ટીપ્સ"...
પપૈયા એક એવું ફ્રૂટ છે જે ટેસ્ટી હોવાની સાથે જ ગુણોથી ભરપૂર છે. પપૈયા નિયમિત સેવનથી શરીરને વિટામિન- એ અને વિટામિન-સીની એક નિશ્ચિત માત્રા પ્રાપ્ત થાય છે, જે આંધળાપણાથી બચવે છે. પીળા રંગના પપૈયાના મુકાબલે લાલ પપૈયામાં કૈરોટિનની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે.
પપૈયાના અનેક ગુણો છે આપણા આરોગ્યનું સુરક્ષા કવચ તેના અનેક લાભમાંથી જાણી એ અહીં તેના 10 ઈલાજો...
1 આ ફળનું હેલ્થ કેરમાં મહત્વ પણ વધારે છે, આ સુપાચ્ય થાય છે. પેટમાં ગેસ બનવાથી રોકે છે.
2 કબજીયાતનું દુશ્મન અને સ્વાસ્થ્ય વર્ધક છે. પપૈયામાં મળતું પાઈપન નામનું એંન્જાઈમથી ભોજન પચવામાં મદદ મળે છે. એ જાડાપણાનું પણ દુશ્મન છે.
3 પેટના રોગોને દૂર કરવા માટે પપૈયાનું સેવન કરવું લાભ કારી હોય છે. પપૈયાના સેવનથી પાચનતંત્ર સારું થાય છે.
4 પપૈયાનો રસ અરૂચી, અનિદ્રા, માથાનું દર્દ, કબજીયાત તથા જાડા વગેરે રોગોમાં રાહત આપે છે.
5 પપૈયાનો રસનું સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે.
6 પપૈયું પેટના રોગ, હૃદય રોગ, આંતરડાની કમજોરી વગેરેને જૂર કરે છે. પાકેલા કે કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી પેટ માટે લાભકારી થાય છે.
7 પપૈયાના પાનના ઉપયોગથી હાઈ બી.પી.માં લાભ થાય છે અને હૃદયની ધડકન નિયમિત થાય છે. પપૈયામાં વિટામીન ડી, પ્રોટીન, કૈલ્શિયમ, લોહ તત્વ વગેરે બધા ભરપૂર માત્રામાં મળે છે.
8 પપૈયા પાગલપન દૂર કરનાર છે તથા વતા દોષોનો નાશ કરે છે. તેના સેવનથી ઘાવ ભરાઈ જાય છે અને મળત્યાગ તથા પેશામાં આવતી રુકાવટને દૂર કરે છે. કાચા પપૈયાને દૂધ ત્વચાના રોગ માટે વધારે લાભ કરે છે.
9 પાકેલા પપૈયા પાચન શક્તિમાં વધારો કરે છે, ભૂખને વધારે છે, ભૂખને વધારે છે, મૂત્રાશયના રોગનો નાશ કરે છે, પથરીને દૂર કરે છે, શરીરની વધારાની ચરબી પણ દૂર કરે છે. પપૈયા કફની સાથે આવનાર લોહીને રોકે છે તથા હરસને સારું કરે છે.
10 પપૈયા ત્વચાને ઠંડક પહુંચાડે છે. પપૈયાને કારણે આંખોની નીચે કાળા કુંડાળા દૂર થાય છે. કાચા પપૈયાના ગૂંદરને મધમાં મેળવીને ચહેરા પર લગાડવાથી ખીલનો અંત આવી જાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Subscribe to:
Posts (Atom)