Saturday, 7 July 2012


આજ નુ "જ્ઞાન"...."સમુદ્રમંથન ના 14 રત્નો"


દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયા પછી સ્વર્ગના રત્નો વિલીન થઈ જાય છે. તેને પાછા મેળયવવા માટે દેવો અને દાનવો મળી અને સમુદ્રમંથન કરે છે. મંદ્રાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો હતો અને વાસુકી નાગને રાષ (દોરડું) બનાવવામાં આવ્યું. જ્યારે મંદ્રાચલ પર્વત ફર્યો નહીં ત્યારે વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈ અને પર્વતને તેની પીઠ પર ખારણ કર્યો. આમ, દેવો-દાનવોએ સમુદ્રને વલાવવાનું શરૂ કરે છે પછી એક પછી એક રત્નો તેમાંથી પ્રાપ્ત થાય છે.
ભાગવતમાં કાચબા સ્વરૂપના અવતાર વર્ણનમાં અને સ્કંદ પુરાણમાં નવમા અધ્યયમાં વર્ણન છે. અને એવું માનવામાં આવે છે કે સમુદ્રમંથન એ ભારતનું સૌ પ્રથમ નાટક હતું. એવું નાટ્યશાસ્ત્ર જણાવે છે.
આ સમુદ્રમંથનમાંથી ચૌદ રત્નો નીકળે છે જે સમગ્ર બ્રહ્માંડમાં તેનું પોતાનું ખાસ મહત્વ ધરાવે છે 

સમુદ્રમંથન કરતા સૌ પ્રથમ કાલકૂટ નામનું ઝેર બહાર આવે છે તેની હવા માત્રથી બધું સળગવા લાગે છે. ત્યારે કાળકૂટને તો કાળના કાળ મહાકાળ જ વસમાં કરી શકે તેવું માની દેવો શંકર ભગવાન પાસે ગયા અને તેણે આ કાળકૂટ ઝેરને પોતાના ગળામાં સ્થિત કર્યું તેથી તેને નિલકંઠ કહેવામાં આવે છે.

બીજું રત્ન ઐરાવત હાથી નીકળે છે તે દેવોના રાજા ઈન્દ્ર તેને રાખી લે છે. આ હાથીને ચાર મુખ અને સાત સૂંઢ હતી. તે આકાશમાં ઉડી શકે અને પાણીમાં તરી અને પાતાળ સુધીનો રસ્તો કરી શકે તેવો શક્તિ શાળી હતો. તે દેવોના યુદ્ધ માટે વપરાતો એક શક્તિ શાળી હાથી હતો જેથી દેવરાજ ઈન્દ્ર દશે દિશાનું રક્ષણ કરતા હતા.

ત્રીજુંરત્ન કામધેનુ ગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ,ઘી આપી શકતી હતી તે ઋષીઓએ લઈ લીધી અને તેનું પાલન પોષણ જમદગ્નિએ કર્યું હતું. અને તેના રક્ષણ માટે સહસ્ત્રાર્જુન કામધેનુને લઈ જવા માંગતો હતો ત્યારે પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને પણ તેની રક્ષા કરી હતી. આ પહેલા તે કશ્યપ ઋષી પાસે આ કામધેનુ ગાય નિવાસ કરતી હતી.

ચોથું રત્ન ઉચ્ચૈઃશ્રવા ઘોડો નિકળ્યો જે દૈત્ય રાજ બલીએ લઈ લીધો. પાછળથી આ ઘોડાને ઈન્દ્ર દ્વારા જીતી લેવામાં આવે છે. આ ઘોડાને સાત મુખ હોય છે. અને તે તેના પર અસવાર થયેલા વ્યક્તિની ઈચ્છા પ્રમાણે ચેલતો, કુદતો કે ઉડતો હતો. અને દેવોએ તેનો ઉપયોગ દૈત્યો વિરૂદ્ધ યુદ્ધ માટે અનેક વખત કર્યો છે.

પાંચમું રત્ન કૌસ્તુભમણિ નીકળ્યું. કરોડો સૂર્યના પ્રકાશ જેવું પણ શિતળ પ્રકાશ આપનાર આ મણિ વિષ્ણુએ લઈ લીધું. તે મણિ માટે દૈત્યોએ આક્રણ કર્યું ત્યારે જાંબવંતી પાસે તે મણિ સાચવવા આપેલ જે પાતાળ લોકમાં રહેતી હતી, તે પાછો મેળવવા માટે તેની સાથે વિષ્ણુ કૃષ્ણ અવતારમાં તેની સાથે લગ્ન કરે છે.

છઠ્ઠું રત્ન કલ્પવૃક્ષ નીકળે છે. જેને લઈ અને ઈન્દ્ર સુરકાનન-દેવોના ઉપવનમાં રોપણ કરી દે છે. અવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને કોઈ પણ વસ્તુ માંગવામા આવે તો તે તરત જ સામે આવીને પ્રાપ્ત થઈ જાય છે. કલ્પનો અંત થતા પણ તે વૃક્ષનો નાશ થતો નથી.

સાતમું રત્ન રમ્ભા નામની અપ્સરા નીકળી અને તેને સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી લેવામાં આવી. તેને ઈન્દ્રલોકમાં નૃત્ય અને સંગીત કલાને જીવંત કરી અને સૌંદર્યના પ્રતિક તરિકે તે પ્રખ્યાત હતી. તે દેવોનું રંજન કરતી હતી. ઈન્દ્ર પોતાનું આસન કોઈ તપ બળથી છીનવી ન લે તે માટે તેને ઋષીના તપભંગ માટે મોકલતા.

આઠમું રત્ન છે લક્ષ્મી. જે સુવર્ણ અને ધનથી યુક્ત હતી તેને નીકળતા જ ચારે તરફ નજર કરી અને તેણે જાતે જ વિષ્ણુને પસંદ કરી તેની પત્ની તરીકે રહી. ધન અને સુવર્ણ આપનાર વૈભવની દેવી તરીકે લક્ષ્મી હિન્દુ ધર્મમાં સુખ આપનાર મહાશક્તિ માની એક છે. શક્તિ, વિદ્યા અને સુખ આપના ત્રણ મહાશક્તિઓમાં તેનું પુજનીય સ્થાન છે.

નવમું રત્ન વારૂણી મદીરા નીકળી જે દૈત્યોએ લઈ લીધી. બીજા એક અર્થ પ્રમાણે જેમ દેવ અપ્સરાઓ હતી તે રીતે આ રાક્ષસોની આસુરી અપ્સરાના રૂપમાં પણ જોવામાં આવે છે જે દૈત્યોનું રંજન કરતી હતી. પણ મૂળ અર્થ મદીરાના અર્થમાં જ છે. આ મદિરાનો ઉલ્લેખ સોમ વેલીના ઉલ્લેખ વખતે વેદમાં પમ પ્રાપ્ત થાય છે.

દશમું રત્ન ચંદ્રમા નિકળ્યો. ચંદ્ર એ બુધ અને તારાનો પુત્ર છે. દેવોએ તેને વનસ્પતિના પોષણ માટે રાત્રીના પ્રકાશમાન થવાનો આદેસ પે છે તેથી દશ કાળીયાર જોડેલા રથને લઈને રોજ રાતે નીકળે છે તેણે દક્ષની 27 કન્યા જે નક્ષત્ર રૂપે રહેલ છે તેની સાથે લગ્ન કર્યા તેમાં રોહિણી સાથે તેને ન બનતા દક્ષ તેને શ્રાપ આપે છે અને શિવ ભક્તિ કરીને પોતાના ક્ષયને દૂર કરે છે. અને તેની જટામાં રહીને કાલકૂટની અગ્નિને શાંત કરવાનો શિવજી તેને આદેશ આપે છે.

અગીયારમું રત્ન પારિજાત વૃક્ષ નીકળે છે. પારિજાત રાતના ખીલે છે અને તેને કેશર ડાળીને સફેદ ફૂલ થાય છે તેને ધરતી પરનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. દરેક ભગવાનને તે ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત જો તે ઘર આંગણે હોય તો તે ઘરની સમૃદ્ધિ દિનપ્રતિદિન વધવા લાગે છે.

બારમું રત્ન શંખ નીકળે છે. તે વિષ્ણુ રાખે છે. આ શંખ પણ હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક ઉત્સવો સમયે તેને વગાડવામાં આવે છે. દક્ષિણા વર્તિ શંખ જો ઘરમાં રાખવામાં આવે તો તેથી સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે.

તેરમું રત્ન ધનવંતરી નીકળે છે. ધનવંતરી દેવોના વૈદ્ય છે. તેને આયુર્વેદનામાના પાંચમા વેદની રચના કરી અને મનુષ્યો માટે તન-મનથી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો. ચંદ્ર દ્વારા પોષિત વનસ્પતિનો ઉપયોગ કરી અનેક રોગમાંથી ઉગરવાનો રસ્તો જણાવ્યો છે. હિન્દુ ધર્મમાં ઉજવાતી ધનતેરસ તે આયુર્વેદ અને ધનવન્તરીનો પાદૂર્ભાવ થયેલો માનવામાં આવે છે. તેના હાથમાં ધાતુનો કળશ અને વનસ્પતિ હતી તેથી આ દિવસે સારા ધાન ખાવાનો અને ધનના પૂજનની પરંપરા છે.

ચૌદમું રત્ન અમૃત છે. જેના માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે અમૃત છેલ્લે પ્રાપ્ત થાય છે. આ અમૃત કળશ ધનવંતરીના હાથમાંથી દૈત્યો લઈને દોડે છે ત્યારે વિષ્ણુ મોહિની રૂપ લઈ તે કળશ લઈ લે છે અને દેવો તથા દાનવોને બેસાડી અને અમર કરી દેનાર આ અમૃતનું વિતરણ કરે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment