Tuesday, 29 May 2012


જીવન માં વિચારવા જેવું .....

જીવન માં "અમીર " એટલા બનો કે તમે ગમે 
તેટલી કિમતી થી કિમતી વસ્તુ ખરીદી શકો
અને 
"કિમતી" એટલા બનો કે આ દુનિયા ના 
અમીર થી અમીર તમને ના ખરીદી શકે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

ADMIN ...."સંદેશ"

કહેવાય છે કે માતા પિતા ઈશ્ર્વર થી પણ ઉપર આવે છે.
જેનુ સ્થાન પરમાત્મા પણ નથી લઈ શકતા.
અને તેજ માતાપિતા ના ચરણો માં ચારધામ સમાયેલા છે.
અને તેજ ચરણો ને વંદન કરવાનું પુણ્ય ચારધામ ની જાત્રા કરતા પણ ક્યાંય વધુ છે.
મિત્રો આજે વાત એક એવા વ્યક્તિ ની જે પોતાની માતા ને આજે પણ ઈશ્ર્વરથી ઉપર માને છે.વદંન તે માતા ને જેના કોખ માંથી આવા સુપુત્ર નો જન્મ થયો .અને કોટી કોટી પ્રણામ તે પુત્ર ને જેને પોતાની માં આ દુનિયા માં સર્વસ છે.જેને કહેવાય છે આજ નો "શ્રવણ ". અને જેનું સાચ્ચુ નામ છે 
"કૈલાસગીરી બ્રમ્હચારી
"માતા કોઈ ભગવાન કરતાં ઓછા હોય છે; તે માંસ અને લોહી સાથે નુ સત્ય છે અને બાળકો તેમના જીવનમાં ઋણી,
એક ટુંકો પરીચય આજ ના"શ્રવણ "નો મને વિશ્વાસ છે આપ સહુ ને જરૂર ગમશે.
મુળ મધ્યપ્રદેશ નો કૈલાસગીરી ૪૦ વર્ષ નો છે. ૨૨ વર્ષ ની નાની ઉમંરે તેનાપિતા નું અવસાન થયું હતું.
કૈલાસગીરી ને ત્યાર બાદ તામિળ નાડુ ના રામેશ્ર્વર મા 
ભગવાન શિવજી ના સાક્ષાત "દર્શન " થયા હતા 
અને આના પછી થી કૈલાસગીરી ની જીંદગી ઘણી બદલાય ગઇ હતી.
૧૯૯૬ માં કૈલાસગીરી સાથે એક ભયંકર અકસ્માત થયો હતો અને ફક્ત તેની માતા ના વિશ્વાસ અને પ્રાર્થના થી જીવીત રહ્યો અને ત્યાથી શરૂ થાય છે એ ક સાચ્ચા "શ્રવણ " ની યાત્રા જે હજી આજ સુધી ચાલુ છે.
૪૦ વર્ષ કૈલાસગીરી તેની ૮૫ વર્ષ ની અંધ માતા સાથે ભારત ના વિવિધ 
તીર્થ સ્થળ ની યાત્રા કરે છે અને તે પણ એક કાવડ માં તેની માતા ને એક તરફ બેસાડી ને અને બીજી તરફ ઘર સામાન રાખી ને જેનુ કુલ વજન હોય છે ૧૨૦ કિલો.અને તે પણ પોતાના ખંભા પર આ વજન ઉપાડી ને તે દરરોજ ના૧૦ થી ૧૫ કી.મી પ્રવાસ કરે છે. અને પછી ક્યાય રાત વાસો.
આવી રીતે ૧૯૯૬ માં ચાલુ થયેલી તીર્થ સ્થળ ની યાત્રા માં કૈલાસગીરી તેની અંધ માતા ને નર્મદા ની પરિક્રમા, હરીદ્વાર,કાશી,અયોધ્યા જેવા અનેક ધાર્મિક સ્થળ ની જાત્રા કરાવી છે
અને જે હાલ માં જુનાગઢ ના ગિરનાર મા દત્તાત્રેય અને અબાંજી ના દર્શન 
કરવાના છે.અને તેમની આ યાત્રા નો અતિંમ પડાવ છે ૨૦૧૬ નો ઉજ્જૈન નોકુંભ નો મેળો.
મિત્રો આ વાત પર થી બે શીખ મળે છે એક તો જીવન મા દ્રઢ નિશ્ચય સાથે કરેલુ બધું જ શક્ય છે.
અને બીજુ મહત્વ નું કે જે લોકો પોતાના માતા પિતા ને ભાર રૂપી ગણે છે અને જેમને અનાથ આશ્રમ મુકીને આવે છે.પણ જે લોકો જીવીત માબાપ ને અનાથ કરે છે તેને તો ઈશ્ર્વર પણ માફ નહી કરે.તમે કટલી પણ શ્રધ્ધા ઈશ્ર્વર પર રાખો પરતું તમારી તે શ્રધ્ધા તમારા માબાપ ના તમારી ઉપર ના પ્રેમ કરતા ક્યાય ઓછી હશે.અને તે વાત ઈશ્ર્વર સારી રીતે જાણે છે.તમે તે ક્યારે પણ નહી જાણી શકો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

કોઇ જિંદગીની પળોને માણે છે,
કોઇ શ્વાસ પોતાનો ગણે છે,

કોઇ ખ્વાબને ઊંચે પહોંચાડે છે,
કોઇને ખ્વાબ ઊંચેથી પછાડે છે,

કોઇ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે,
કોઇ અંદરથી તડપાય છે,

કોઇ દર્દથી હ્રદય અકળાવે છે,
કોઇ દર્દ હસીમાં છુપાવે છે,

કોઇ સુખેથી જિંદગી જીવે છે,
કોઇ દુઃખમાં દિવસ વિતાવે છે,

કોઇ તસવીરમાં જખમને રંગે છે,
કોઇ પંક્તિમાં જખમ રેલાવે છે,

કોઇ વારતામાં જખમ વર્ણવે છે,
કોઇ ગઝલને જખ્મી બનાવે છે,

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

તારી ચાહત મા હુ જમાનો ભુલી ગયો,
બીજા કોઇને અપનાવતા ભુલી ગયો...
તને પ્રેમ કરુ છુ એ કહ્યુ આખી દુનિયા ને,
બસ એક તને જ કહેતા ભુલી ગયો..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

(રાધા શ્યામ ને)

"હે શ્યામ"

તમે પ્રેમ મને કર્યો પણ ..!!

'વિવાહ' રુકમણી જી સાથે કેમ કર્યા ?

શ્યામે મંદ હસીને કહ્યુ ,

"હે રાધે" 

'વિવાહ' મા તો બે વ્યક્તિ જોઈયે પણ આપણે તો એક જ છીએ " ..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે.. એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે.. એ પ્રેમ છે..

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે.. એ પ્રેમ છે..

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે.. એ પ્રેમ છે..

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે.. એ પ્રેમ છે..

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે.. એ પ્રેમ છે..

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે.. એ પ્રેમ છે..

રાત આખી બેકરારી થઈ, મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને.. એ પ્રેમ છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"...

બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા (કુવારપાઠુ)અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાડવું.

અલોવિરા એક એવો છોડ છે જેમાં અનેક રોગોનું નિદાન છુપાયેલું છે, એટલા માટે પહેલાના સમયમાં અલોવિરાનો ઉપયોગ સાધારણ લોકોએ વધુ ન કર્યો ન હતો. પરંતુ હવે તેનો ઉપયોગ સૌથી વધુ ઔષધી નિર્માણમાં કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તેના ઔષધિય ગુણોને લીધે વ્યક્તિને ફિટ રાખવામાં એલોવિરા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એલોવિરાને જીવન આપનારી અર્થાત્ સંજીવની આયુર્વેદિક ઔષધી પણ માનવામાં આવે છે. કુવાર પાઠાને પેટ માટે અમૃત માનવામાં આવ્યું છે. જે લોકોને મોટાભાગે કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.

એલોવિરામાં અનેક પ્રકારના ખનીજ તત્વો અને એમીનો અમ્લ પણ જોવા મળે છે. આ બંને જ શરીર માટે જરૂરી છે આ તત્વોને પણ નિરંતર શરીર માટે જરૂરિયાત રહેતી હોય છે જેને પૂરી કરવી પણ જરૂરી છે. 

એલોવિરા શ્રેષ્ઠ એન્ટિબાયોટિક અને એન્ટીસેપ્ટિકના રૂપમાં પણ કામ કરે છે. હૃદય સાથે જોડાયેલ બીમારી કે ડાયાબિટીસ હોય આ બંને રોગો માટે તે ખૂબ જ સારું કામ કરે છે. સાંધાના દુઃખાવામાં પણ એલોવિરા સારું પરિણામ આપે છે. એલોવિરા દવાના રૂપમાં કોઈપણ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે અને તે શરીરમાં જઈ ખરાબ સિસ્ટમને સારી કરે છે. તેના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. 

તે બેક્ટેરિયા નાશક છે સાથે જ મેટાબોલિક ક્રિયાને સારી કરે છે. ત્વચાની દેખભાળ અને વાળની મજબૂતી અને વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એલોવિરા એક સંજીવનીનું કામ કરે છે. તેના પ્રયોગથી બીમારીથી મુ્ક્ત રહી લાંબી આયુ સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

શબ્દકોષ માં માત્ર 
માં નો "શબ્દાર્થ" મળશે

માં નો ભાવાર્થ તો માત્ર 
"હૃદયકોષ" માં જ મળશે ....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

જીવન માં ઘણી વાર નવેસર થી "ઘડાવા" માટે 
ક્યારેક "ભંગાઈ " પડવું પણ જરૂરી હોઈ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

સંતા : ‘અરે ડોક્ટર સાહેબ, મારા ઉપરના દાંતને જંતુ ખાઈ રહ્યા હતા, તમે તો નીચેનો દાંત કાઢી નાખ્યો ! આ શું કર્યું ?’
ડૉક્ટર ગરબડદાસ : ‘હા, પણ વાત એમ છે કે એ જંતુઓને ઊંચે પહોંચાતું નહોતું એટલે નીચેના દાંત પર ઉભા રહીને ઉપરનો દાંત ખાતા હતા, એટલે મેં નીચેનો દાંત જ કાઢી નાખ્યો !’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday, 26 May 2012


આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘરે જવા રીક્ષા કરી. આગળ જમણીબાજુ વળવાનું હતું એટલે ગણપતલાલે રીક્ષાવાળાને ટપલી મારી. રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને, ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને, હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ ! પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.
કપડાં ખંખેરતા રીક્ષાવાળાએ કહ્યું : ‘કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું. હું તો જબરજસ્ત ડરી ગયો !’
ગણપતલાલ કહે : ‘પણ મેં તો ખાલી તારા ખભે ટપલી જ મારી હતી.’
રીક્ષાવાળો : ‘હા, પણ આ પહેલાં હું મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો ને !’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Sunday, 20 May 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


ADMIN ...."સંદેશ"

મિત્રો આજ ની ભાગતી દોડતી જીદંગી માં આપણે આપણા હેલ્થ ની કાળજી 
ક્યારે પણ નથી લેતા.
માટે મિત્રો આ નવો વિભાગ હેલ્થ ની માટે 
મને ખુશી થશે કે આ બધી નાની ટીપ્સ આપ ના જીવન ને વધુ તદુરસ્ત બનાવે.

આજ ની "હેલ્થ ટીપ્સ"...

અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

વરસો થી મુરજાયા છે જે ચહેરા એ આજે સફાળા જાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.
કોઇ ને મળે દિલ સોહામણું ને કોઇ ને એમાં તીર વાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

ફુલ પર બેસી કહે પતંગિયું, મને તારા માં આજે વધુ રસ લાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.
જવાબ માં કહે ફુલ, તારા સ્પર્શ થી ખીલું એવો અહેસાસ લાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

પકડવો છે મુશ્કિલ પ્રેમ ને, આજે એ મૃગજળ ની જેમ ભાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.
દરિયા ના મોજા એ તો પલાળી નથી, પણ રેતીને થોડી ભિનાશ લાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

પથ્થર નો બની આ પુરૂષ , બે હાથ જોડી કાચ નું દિલ માંગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

ઉંમરથી વૃદ્ધ તે વૃદ્ધ નથી, વિકાસ માટે આળસ કરે તે "વૃદ્ધ" છે..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

ક્રુષ્ણ - રાધા તું કેમ રડે છે..
રાધા - મારી ઢીગંલી ખોવાઇ ગઇ એટલે....
રાધા - (ક્રુષ્ણ) ને... તમે કેમ રડો છે.
ક્રુષ્ણ - મારી ઢીગંલી (રાધા) રડે છે માટે...!!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

કોણ કહે છે "સંગ એવો રંગ" 
માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે, 
માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે,અને 
માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

છોકરી કોલેજ માં મોડી આવી એટલે સરે પૂછ્યું કે કેમ મોડી આવી ?
છોકરી કહે રસ્તામાં એક છોકરો મારો પીછો કરતો હતો.
પ્રોફેસર: એમાં તું કેવી રીતે મોડી થઇ ગઈ?
છોકરી: છોકરો બહુ ધીમું ચાલતો હતો એટલે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday, 5 May 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન"....."ગુજરાત"

ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.
આપણને એમ થાય કે આજે આપણે ગુજરાતની વાત કેમ કરીએ છીએ? તો તેની પાછળનું કારણ એ છે તે ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતના આ 52મા જન્મદિવસે આપણે જાણીએ ગુજરાતની કેટલીક રસપ્રદ વાતો
*ગુજરાત ભારતના સૌથી ધનવાન રાજ્યોમાંનુ એક છે અને તેનો પર કેપિટા જીડીપી રેટ ભારતના સરેરાશ જીડીપી રેટ કરતા 3.2 ગણો વધારે છે. *જો ગુજરાત દેશ હોત તો દુનિયાનો 67મો સૌથી ધનવાન દેશ હોત *દુનિયાનું સૌથી મોટુ શિપબ્રેકિંગ યાર્ડ ગુજરાતમાં ભાવનગર પાસે આવેલુ અલંગ છે. *રિલાયન્સની જામનગર ખાતેની ઓઇલ રિફાઇનરી એ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. *ગેસ આધારિત થર્મલ ઈલેક્ટ્રિસિટી જનરેશનમાં ગુજરાત આખા ભારતમાં પ્રથમ ક્રમે છે. *ભારતના સ્ટોક માર્કેટનો 35 ટકા હિસ્સો ગુજરાતીઓના ફાળે છે. *નોર્થ અમેરિકામાં વસતી ભારતીય વસ્તીમાં 60 ટકા ગુજરાતીઓ છે. *નોર્થ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારની માથાદીઠ આવક અમેરિકન પરિવારની આવક કરતા 3 ગણી વધારે છે. *ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાત પાસે સૌથી મોટો દરિયાકિનારો છે. *ગુજરાત પાસે દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે સંખ્યામાં કાર્યરત એરપોર્ટ (12) છે. *ભારતનું 16 ટકા મૂડીરોકાણ ગુજરાતમાંથી આવે છે. *ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાતમાં શાકાહારીઓની સંખ્યા વધારે છે. *પહેલી ઓલ વેજ પિઝા હટ અમદાવાદમાં ખૂલી હતી. *ગુજરાતના કમર્શિયલ કેપિટલ તરીકે ઓળખાતુ અમદાવાદ ભારતનું સાતમુ સૌથી મોટુ શહેર છે. *સુરત આખી દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલુ શહેર છે. *ગાંધીનગર આખા એશિયાનું સૌથી વધુ હરિયાળુ પાટનગર છે. *આઈઆઈએમ, અમદાવાદ એશિયાની પ્રથમ અને દુનિયાની 45મા ક્રમની મેનેજમેન્ટ કોલેજ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી