Tuesday 29 May 2012


આજ ની "હેલ્થ ટીપ્સ"...

બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા (કુવારપાઠુ)અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાડવું.

અલોવિરા એક એવો છોડ છે જેમાં અનેક રોગોનું નિદાન છુપાયેલું છે, એટલા માટે પહેલાના સમયમાં અલોવિરાનો ઉપયોગ સાધારણ લોકોએ વધુ ન કર્યો ન હતો. પરંતુ હવે તેનો ઉપયોગ સૌથી વધુ ઔષધી નિર્માણમાં કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તેના ઔષધિય ગુણોને લીધે વ્યક્તિને ફિટ રાખવામાં એલોવિરા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એલોવિરાને જીવન આપનારી અર્થાત્ સંજીવની આયુર્વેદિક ઔષધી પણ માનવામાં આવે છે. કુવાર પાઠાને પેટ માટે અમૃત માનવામાં આવ્યું છે. જે લોકોને મોટાભાગે કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.

એલોવિરામાં અનેક પ્રકારના ખનીજ તત્વો અને એમીનો અમ્લ પણ જોવા મળે છે. આ બંને જ શરીર માટે જરૂરી છે આ તત્વોને પણ નિરંતર શરીર માટે જરૂરિયાત રહેતી હોય છે જેને પૂરી કરવી પણ જરૂરી છે. 

એલોવિરા શ્રેષ્ઠ એન્ટિબાયોટિક અને એન્ટીસેપ્ટિકના રૂપમાં પણ કામ કરે છે. હૃદય સાથે જોડાયેલ બીમારી કે ડાયાબિટીસ હોય આ બંને રોગો માટે તે ખૂબ જ સારું કામ કરે છે. સાંધાના દુઃખાવામાં પણ એલોવિરા સારું પરિણામ આપે છે. એલોવિરા દવાના રૂપમાં કોઈપણ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે અને તે શરીરમાં જઈ ખરાબ સિસ્ટમને સારી કરે છે. તેના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. 

તે બેક્ટેરિયા નાશક છે સાથે જ મેટાબોલિક ક્રિયાને સારી કરે છે. ત્વચાની દેખભાળ અને વાળની મજબૂતી અને વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એલોવિરા એક સંજીવનીનું કામ કરે છે. તેના પ્રયોગથી બીમારીથી મુ્ક્ત રહી લાંબી આયુ સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment