Sunday, 20 May 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

વરસો થી મુરજાયા છે જે ચહેરા એ આજે સફાળા જાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.
કોઇ ને મળે દિલ સોહામણું ને કોઇ ને એમાં તીર વાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

ફુલ પર બેસી કહે પતંગિયું, મને તારા માં આજે વધુ રસ લાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.
જવાબ માં કહે ફુલ, તારા સ્પર્શ થી ખીલું એવો અહેસાસ લાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

પકડવો છે મુશ્કિલ પ્રેમ ને, આજે એ મૃગજળ ની જેમ ભાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.
દરિયા ના મોજા એ તો પલાળી નથી, પણ રેતીને થોડી ભિનાશ લાગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

પથ્થર નો બની આ પુરૂષ , બે હાથ જોડી કાચ નું દિલ માંગે છે.
નક્કી આજે કોઇ પ્રેમ નો દિવસ લાગે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment