ADMIN ...."સંદેશ"
કહેવાય છે કે માતા પિતા ઈશ્ર્વર થી પણ ઉપર આવે છે.
જેનુ સ્થાન પરમાત્મા પણ નથી લઈ શકતા.
અને તેજ માતાપિતા ના ચરણો માં ચારધામ સમાયેલા છે.
અને તેજ ચરણો ને વંદન કરવાનું પુણ્ય ચારધામ ની જાત્રા કરતા પણ ક્યાંય વધુ છે.
મિત્રો આજે વાત એક એવા વ્યક્તિ ની જે પોતાની માતા ને આજે પણ ઈશ્ર્વરથી ઉપર માને છે.વદંન તે માતા ને જેના કોખ માંથી આવા સુપુત્ર નો જન્મ થયો .અને કોટી કોટી પ્રણામ તે પુત્ર ને જેને પોતાની માં આ દુનિયા માં સર્વસ છે.જેને કહેવાય છે આજ નો "શ્રવણ ". અને જેનું સાચ્ચુ નામ છે
"કૈલાસગીરી બ્રમ્હચારી
"માતા કોઈ ભગવાન કરતાં ઓછા હોય છે; તે માંસ અને લોહી સાથે નુ સત્ય છે અને બાળકો તેમના જીવનમાં ઋણી,
એક ટુંકો પરીચય આજ ના"શ્રવણ "નો મને વિશ્વાસ છે આપ સહુ ને જરૂર ગમશે.
મુળ મધ્યપ્રદેશ નો કૈલાસગીરી ૪૦ વર્ષ નો છે. ૨૨ વર્ષ ની નાની ઉમંરે તેનાપિતા નું અવસાન થયું હતું.
કૈલાસગીરી ને ત્યાર બાદ તામિળ નાડુ ના રામેશ્ર્વર મા
ભગવાન શિવજી ના સાક્ષાત "દર્શન " થયા હતા
અને આના પછી થી કૈલાસગીરી ની જીંદગી ઘણી બદલાય ગઇ હતી.
૧૯૯૬ માં કૈલાસગીરી સાથે એક ભયંકર અકસ્માત થયો હતો અને ફક્ત તેની માતા ના વિશ્વાસ અને પ્રાર્થના થી જીવીત રહ્યો અને ત્યાથી શરૂ થાય છે એ ક સાચ્ચા "શ્રવણ " ની યાત્રા જે હજી આજ સુધી ચાલુ છે.
૪૦ વર્ષ કૈલાસગીરી તેની ૮૫ વર્ષ ની અંધ માતા સાથે ભારત ના વિવિધ
તીર્થ સ્થળ ની યાત્રા કરે છે અને તે પણ એક કાવડ માં તેની માતા ને એક તરફ બેસાડી ને અને બીજી તરફ ઘર સામાન રાખી ને જેનુ કુલ વજન હોય છે ૧૨૦ કિલો.અને તે પણ પોતાના ખંભા પર આ વજન ઉપાડી ને તે દરરોજ ના૧૦ થી ૧૫ કી.મી પ્રવાસ કરે છે. અને પછી ક્યાય રાત વાસો.
આવી રીતે ૧૯૯૬ માં ચાલુ થયેલી તીર્થ સ્થળ ની યાત્રા માં કૈલાસગીરી તેની અંધ માતા ને નર્મદા ની પરિક્રમા, હરીદ્વાર,કાશી,અયોધ્યા જેવા અનેક ધાર્મિક સ્થળ ની જાત્રા કરાવી છે
અને જે હાલ માં જુનાગઢ ના ગિરનાર મા દત્તાત્રેય અને અબાંજી ના દર્શન
કરવાના છે.અને તેમની આ યાત્રા નો અતિંમ પડાવ છે ૨૦૧૬ નો ઉજ્જૈન નોકુંભ નો મેળો.
મિત્રો આ વાત પર થી બે શીખ મળે છે એક તો જીવન મા દ્રઢ નિશ્ચય સાથે કરેલુ બધું જ શક્ય છે.
અને બીજુ મહત્વ નું કે જે લોકો પોતાના માતા પિતા ને ભાર રૂપી ગણે છે અને જેમને અનાથ આશ્રમ મુકીને આવે છે.પણ જે લોકો જીવીત માબાપ ને અનાથ કરે છે તેને તો ઈશ્ર્વર પણ માફ નહી કરે.તમે કટલી પણ શ્રધ્ધા ઈશ્ર્વર પર રાખો પરતું તમારી તે શ્રધ્ધા તમારા માબાપ ના તમારી ઉપર ના પ્રેમ કરતા ક્યાય ઓછી હશે.અને તે વાત ઈશ્ર્વર સારી રીતે જાણે છે.તમે તે ક્યારે પણ નહી જાણી શકો.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment