Saturday, 5 May 2012


આજ નુ "જ્ઞાન"....."ગુજરાત"

ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.
આપણને એમ થાય કે આજે આપણે ગુજરાતની વાત કેમ કરીએ છીએ? તો તેની પાછળનું કારણ એ છે તે ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતના આ 52મા જન્મદિવસે આપણે જાણીએ ગુજરાતની કેટલીક રસપ્રદ વાતો
*ગુજરાત ભારતના સૌથી ધનવાન રાજ્યોમાંનુ એક છે અને તેનો પર કેપિટા જીડીપી રેટ ભારતના સરેરાશ જીડીપી રેટ કરતા 3.2 ગણો વધારે છે. *જો ગુજરાત દેશ હોત તો દુનિયાનો 67મો સૌથી ધનવાન દેશ હોત *દુનિયાનું સૌથી મોટુ શિપબ્રેકિંગ યાર્ડ ગુજરાતમાં ભાવનગર પાસે આવેલુ અલંગ છે. *રિલાયન્સની જામનગર ખાતેની ઓઇલ રિફાઇનરી એ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે. *ગેસ આધારિત થર્મલ ઈલેક્ટ્રિસિટી જનરેશનમાં ગુજરાત આખા ભારતમાં પ્રથમ ક્રમે છે. *ભારતના સ્ટોક માર્કેટનો 35 ટકા હિસ્સો ગુજરાતીઓના ફાળે છે. *નોર્થ અમેરિકામાં વસતી ભારતીય વસ્તીમાં 60 ટકા ગુજરાતીઓ છે. *નોર્થ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારની માથાદીઠ આવક અમેરિકન પરિવારની આવક કરતા 3 ગણી વધારે છે. *ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાત પાસે સૌથી મોટો દરિયાકિનારો છે. *ગુજરાત પાસે દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે સંખ્યામાં કાર્યરત એરપોર્ટ (12) છે. *ભારતનું 16 ટકા મૂડીરોકાણ ગુજરાતમાંથી આવે છે. *ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાતમાં શાકાહારીઓની સંખ્યા વધારે છે. *પહેલી ઓલ વેજ પિઝા હટ અમદાવાદમાં ખૂલી હતી. *ગુજરાતના કમર્શિયલ કેપિટલ તરીકે ઓળખાતુ અમદાવાદ ભારતનું સાતમુ સૌથી મોટુ શહેર છે. *સુરત આખી દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલુ શહેર છે. *ગાંધીનગર આખા એશિયાનું સૌથી વધુ હરિયાળુ પાટનગર છે. *આઈઆઈએમ, અમદાવાદ એશિયાની પ્રથમ અને દુનિયાની 45મા ક્રમની મેનેજમેન્ટ કોલેજ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment