Friday, 30 December 2011


જીન્દગી "શતરંજ" ની જેમ રમી રહ્યો છું હું,
ક્યારેક પ્યાદું તો ક્યારેક નૃપ થયો છું હું.
આડી, અવળી, ટેઢી ચાલને નાથી છે પરંતુ
દુશ્મનની એક સીધી ચાલ થી મૂંઝાયો છું હું.
જેટલા વાર દુશ્મન ના નથી મુજ શરીરે
વધુ તેથી મુજના સોગઠાં થી ઘવાયો છું હું.
વિચારેલી ચાલથી જીત થાય, જરૂરી નથી, પણ
ક્યારેક અવિચારી ચાલ થી બાજી જીત્યો છું હું.
બાજી બદલતી હોય છે રાજા ની એક ચાલ બસ
એ ચાલ ની શોધમાં આખી "જીન્દગી" ભટક્યો છું હું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

જીવન મારું અધૂરું રહી ગયું,
પ્રેમ નું પાનું કોરું રહી ગયું,
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની,
પણ "હસ્તાક્ષર" કોઈ બીજું કરી ગયું...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન"

નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ (એન.એસ.ઈ.) એટલે ભારતનું સૌથી મોટું શેર બજાર (સ્ટોક માર્કેટ). તેની સ્થાપના નવેમ્બર ૧૯૯૨માં ભારતની મુખ્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં ૧૯૯૨ના વર્ષ સુંધી મુંબઈ સ્ટોક એક્સન્જનું પ્રભુત્વ રહ્યું હતું. પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને કાર્યક્ષમ મેનેજમેન્ટના કારણે વર્તમાન સમયમાં એન.એસ.ઈ.નું પ્રભુત્વ વધી રહ્યું છે. અત્યારે સૌથી વધુ સોદા કરતું તે એક માત્ર શેર બજાર છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું ......

જીવન માં પાછળ જુઓ - "અનુભવ" મળશે….
જીવન માં આગળ જુઓ - "આશા" મળશે…….
આજુ બાજુ જુઓ - "સત્ય" મળશે……..
પોતાની અંદર જુઓ - "પરમાત્મા" અને "આત્મવિશ્વાસ" મળશે !!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

બંતાને મેસેજ 
બનતા ઓફીસમાં આવ્યોં ત્યારથી બહુ ખુશ દેખાતો હતો.
સંતાએ પૂછ્યું , ‘ક્યાં બાત હૈ , આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’
બંતા: ‘ અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ ‘ આઈ લવ યુ’ કે મેસેજ આ રહે હૈ!’
સંતા: ‘અચ્છા? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ?’
બંતા: કુછ નહિ..આજ મેં મેરી બીવી ક મોબાઈલ લાયા હું ના !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

સફળ વ્યક્તિના હોઠ ઉપર હમેશા બે વસ્તુ હોય છે : "મૌન" અને "સ્મિત"

“સ્મિત” ...સમસ્યા નો ઉકેલ લાવે છે 
અને 
“મૌન” ...સમસ્યા ને દુર રાખે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


Thursday, 29 December 2011


દરરોજ અડધા કલાકની,વાતમાં દોસ્તી વધી ગઇ,
દોસ્ત તારી યાદમાં હવે તો,લાગે કે રાત પણ વધી ગઇ......

હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.
જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.....

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,તારા મિલનની તડપ વધી ગઇ.
બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ.......

લાગે છે ‘કાનુડા’ હવે તો,તારી અહેમિયત ખુદાથી પણ વધી ગઇ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

નથી નદી કે નથી દરિયો, છતાં અહીં વગર પાણીએ
"વમળ" રચાઈ છે...
જમાના એ દીધા છે ઝખમ એટલા કે,હવે કોઈ મરહમ લગાવે
તો પણ "દર્દ" થાઇ છે..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

જિંદગીમા ગમે તેટલા દુઃખ આવે,
તમારા આંસુને રોકશો નહી, આંસુને વહી જવા દેજો.

કારણ કે..

જમા થયેલા પાણીમા મેલેરીયાના "મચ્છર" થાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું ......

પ્રભુ એ આપેલા "અમુલ્ય અંગ" નો સાચો ઊપયોગ 

હોઠ : સદા "સત્ય" બોલવા માટે .
અવાજ : પ્રભુ ને સાચી "પ્રાર્થના" કરવા માટે .
આંખો : બીજા પ્રત્યે "દયાભાવના" રાખવા માટે .
હાથ : બીજા ની સદા ખરી "સેવા" કરવા માટે .
હૃદય : બીજા લોકો પ્રત્યે "પ્રેમ " ભાવના રાખવા માટે .
ચહેરો : બીજા દુઃખી લોકો ના જીવન માં "સ્મિત" લાવવા માટે .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ "જ્ઞાન"

જન-ગણ-મન આપણા "રાષ્ટ્રગીત" ને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે.
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.

જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા।
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

આત્માનો નાશ કરનારા "નરક" ના ત્રણ દરવાજા છે.....
"કામ","ક્રોધ" અને "લોભ".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Wednesday, 28 December 2011


આખી જિંદગી આંકડા તમે માંડો અને 
છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ 
"(બદ)નસીબ" !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું ......

એક નાનકડી બાળકી તેના પિતા સાથે જઈ રહી હતી.
રસ્તા મા એક પુલ પર પાણી ખુબ ગતિ થી વહી રહ્યુ હતુ.

પિતા : બેટા ડર નહી મારો હાથ પકડી લે...
બાળકી : નહી પિતા ! તમે મારો હાથ પકડી લ્યો.

પિતા (હસી ને) : બેટા તે તો એક જ વાત થઈ બન્ને વાત મા અતંર શું છે.
બાળકી : પિતા જો હુ તમારો હાથ પકડુ અને અચાનક કઇ થઈ જાય તો....
કદાચ .......હુ તમારો હાથ છોડી દઊ..

પરતું પિતા તમે જો મારો હાથ પકડ્યો હશે તો તે હુ જાણુ છુ
કે ભલે કઇ પણ થાય તમે મારો હાથ કયારે્ય નહી છોડો...

"આજે પણ બાળકો પોતાના માતા-પિતા નો હાથ છોડી દે છે...
પરંતુ માતા પિતા કયારે્ય તેમના બાળક નો હાથ નહી છોડે"...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જિંદગીના હર મોડ પર તારી "રાહ" જોવા માંગુ છું

સુખ માં ને દુઃખ માં હરપળ તારો "સાથ" માગુ છું
થઈ ને કિનારો સાગર નો હું "એક" થવા માગુ છું
દુશ્મન નથી, હું તારી પણ "દોસ્ત" થવા માગુ છું
ચાંદ છે તુ મારો હું , તારી ચાંદની ના સહી "ચકોરી" બનવા માગુ છું
આપીને મારા સો-સો જન્મો માત્ર એક તારી "ખુશી" માગુ છું
પ્રેમના સહી તારો , "નફરત" ને હું પામવા માંગુ છું

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

દીલ નાં લાગે કીનારે તો એ માં હું શું કરું?
એક માંગું અને બે મળી જાય તો એ માં હું શું કરું?
જો તું કહે તો આપું કદમો માં તારા ચાંદ અને સીતારા,
પણ જો તું સવારમાં આવે તો એમાં હું શું કરું ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

નિર્ણય લેવાની શક્તિ અનુભવ માંથી આવે છે,
પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણય માંથી આવે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

ચાલ જિંદગી ની બાજી રમી નાંખીએ એક શરત ઉપર....
જો હું જીતુ તો તું મારી....
અને........
જો હું હારુ તો હું તારો.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Tuesday, 27 December 2011


આપણો દેશ પ્રગતિ કેમ નથી કરતો...????

કારણ કે.....
100 કરોડ ની વસ્તી માંથી...

7 કરોડ નિવૃત્ત થઇ ઞયા છે.....
14 કરોડ હજી સુઘી સ્કૂલ મા ભણે છે...
2 કરોડ હજી પાંચ વષઁ થી નાના છે.....
11 કરોડ કોલેજ મા રખડી ખાય છે......
1 કરોડ લોકો હોસ્પિટલ મા હોય છે.....
1 કરોડ લોકો ભિખારી અને બાબા છે....
10 કરોડ બેકાર છે.....
31 કરોડ સરકાર ના આળસુ કર્મચારી છે.....
1 કરોડ નાના મોટા નેતા છે. જે આપણા પૈસા ખાયા કરે છે.....
21,99,99,998 મહિલા ઓ ઘર મા રહે છે.....

હવે બાકી રહયા આપણે બે....

તમે ફેસબુક માથી ઊચાં નથી આવતા.
તો હવે તમે જ વિચાર કરો 
હું એકલો આ ભારત દેશ કેવી રીતે ચલાવુ....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

વાત રાખી દિલ મા પણ વાત કહી ના શક્યા ,
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ના શક્યા ,
કોઇકે પુછયુ આ દિલ ને કે તે પ્રીત કરી કોને ?
જાણવા છતા પણ "નામ" એમનું અમે લઈ ના શક્યા...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

પૈસાદાર તેને ન કહેવાય જેની પાસે પુષ્ક્ળ સપંતિ છે.
પરંતુ ....
પૈસાદાર તો તેને કહેવાય જેની પાસે પોતાના
વૃદ્ધ માતા-પિતા માટે "સમય" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જીવન મા મનુષ્ય ને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે.
પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા "આખું" જીવન વીતી જાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું ......

એક વ્રુક્ષ,પોતાનાં કે બીજાં વ્રુક્ષનાં,
ફૂલને ચૂટતું નથી કે ફળને લૂટતું નથી.

એક સરોવર,પોતાનું કે અન્ય સરોવરનું 
જળ કદીયે તરસથી પ્રેરાઈને પીતું નથી.

તો પછી.....
ભૂખ તરસથી પ્રેરાઇને...
માણસ જ કેમ , આમ ને આમ ....
આવું બધું કર્યા કરે છે...????

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

ટીચર:- ભુલ થાય ત્યારે માફી
માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી:- સમજદાર

ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો
પણ માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થીની :- "બોય-ફ્રેન્ડ".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

અધીરો છે ઈશ્વર તમને બધું આપવા માટે પણ, 
તમે ચમચી લઇ ને ઉભા છો "દરિયો" માંગવા માટે..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Monday, 26 December 2011

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

ઝીંદગી ની શું પરીક્ષા કરવી?
અહી સવાલો ના જવાબો ક્યાં હોય છે?
હૃદય ને બહુ હેરાન કરે છે આ લાગણીઓ,
પણ વહી જતા "આંસુ" ઓ પાસે જવાબો ક્યા હોય છે ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું ......
સૌન્દર્ય માનવીના શરીરમાં નહિ તેના મનમાં હોય છે....!!!
જેમ કે ..., 
ગોરા શરીર ઉપર કાળો "તલ "હોય તો તે બેજોડ લાગે છે 
અને કાળા શરીર પર જો સફેદ તલ હોય તો તે "કોઢ" લાગે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જો તમારે ભઞવાન પર ભરોસો કરવાનું શીખવું હોય તો.....
પંખી ઓ પાસે થી શીખો....
કારણ....
જયારે તે સાંજે ઘરે પાછુ જાય છે ત્યારે તેની 
ચાંચ મા આવતી કાલ માટે કોઈ "દાણો" નથી હોતો..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

ગુજરાતી માં જે શબ્દ ના અંત માં "રું" હોય એને જોખમકારક કહેવામાં આવે છે
તેમાં થી અમુક શબ્દ છે :

જેમ કે
.....દારૂ..... 
.....કુતરું ...
.....સાસરું..... 
.....વાંદરુ.....
.....અંધારું.... 
......ભોયરું..... 
અને સૌથી ભયાનક.....
.
.

બૈરું .....!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.
માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો "કિનારા" વગર.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

તારી મૈત્રી જીવનમા એક ચેતના ભરી ગઇ,
કિન્તુ સબન્ધોની ગરમી તો ઘડીમા જ ઠરી ગઇ,
ઝન્ખના હતી તો માત્ર એક યાદગાર મિલનની,
પણ યાદ તારી તો "અશ્રુરૂપે" જ સરી ગઇ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

શબ્દ એક જ મુકાય છે "અર્થ" ફરી જાય છે,
આંકડો એક જ મુકાય છે "દાખલો" ફરી જાય છે,
પગલુ એક જ મુકાય છે ને દિશા ફરી જાય છે,
સ્મિત એક જ વ્યક્તિ નુ મળે છે ને 
" જિંદગી " બદલાય જાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Sunday, 25 December 2011


આજ ની "અમૃત વાણી"

જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું?
તો સાચા દિલ થી કહે જો કે જે ગુમાવ્યું તે મારી ભૂલો થી .
ને જે મળ્યું છે તે ઈશ્વર ના "આશીર્વાદ" થી .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

“ આ પૃથ્વી પર બે જણા સુખી છે. 
એક બાળક અને બીજો ગાંડો ! 
તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો અને 
પછી 
તમારી પાસે જે કઈ છે તે માણવા બાળક બનો.”

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન સુધી કામ લાગે તે - "પરિચય" 
મરણ સુધી કામ લાગે તે - "પૈસો" 
સંબંધો નો સાર સમજાય તે - "મર્મ" 
પરલોક માં પણ કામ લાગે તે - "ધર્મ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

ઊકળતાં આંસુ મેં જોયાં અને ઠંડા નિસાસા મેં જોયા..
જરા જરા સી વાત પર માણસને મે તૂટતા જોયા..
હવે ક્યાં રહી છે એ સહનશક્તિની વાતો ..
હવે તો વાતે વાતે માણસને મેં વેચાતા અને ખરીદાતા પણ જોયા..
કરીશું ક્યારે પોતાના આત્માનો ઉદ્ધાર??
અહીંયા તો ક્ષણે ક્ષણે મે આત્માને કચડાતા જોયા….
હવે ભરોસો કરવો કોનો ..
અહીંયા તો ભગવાનને પણ હવે રીસાતા જોયા..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની " ગમ્મત "

ભગવાન કહે કે હું બધી જગા પર ના પહોચી શકું એટલે મેં બનાવી ' માં '..
ત્યારે રાક્ષસ બોલ્યો હું પણ બધી જગા એ પહોચી ના શકું એટલે મેં બનાવી ' સાસુ માં'

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?

ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.
‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,

’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.
થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બેવફા કાયમ રહી તું, બે...વફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ, 
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી ! 
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠