Friday 30 December 2011


જીન્દગી "શતરંજ" ની જેમ રમી રહ્યો છું હું,
ક્યારેક પ્યાદું તો ક્યારેક નૃપ થયો છું હું.
આડી, અવળી, ટેઢી ચાલને નાથી છે પરંતુ
દુશ્મનની એક સીધી ચાલ થી મૂંઝાયો છું હું.
જેટલા વાર દુશ્મન ના નથી મુજ શરીરે
વધુ તેથી મુજના સોગઠાં થી ઘવાયો છું હું.
વિચારેલી ચાલથી જીત થાય, જરૂરી નથી, પણ
ક્યારેક અવિચારી ચાલ થી બાજી જીત્યો છું હું.
બાજી બદલતી હોય છે રાજા ની એક ચાલ બસ
એ ચાલ ની શોધમાં આખી "જીન્દગી" ભટક્યો છું હું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment