આજ નુ " કાવ્ય "
મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.
લડી જુએ છે શુરા ભગવાન નીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.
ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીર ની તલવાર ધારદાર લાગે છે.
મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.
માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતાય કેટલી વાર લાગે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment