આજ નુ "કઈંક અવનવું" (photo signature - sachin tendulkar)
સામાન્યરીતે જેવી આપણી આદત કે જેવો આપણો સ્વભાવ હોય છે બરાબર એ રીતે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. તે કાર્યોને કારણે સમાજ ઘર કે પરિવારમાં આપણા સંબંધો સારા કે ખરાબ રીતે વિકસતા હોય છે.
જે લોકોને વધારે પ્રમાણમાં દોસ્તો હોય, મોટાભાગે તેની હેન્ડરાઈટિંગ આગળની તરફ નમેલી હોય છે. જી હાં, કોઈ પણ વ્યક્તિની હેન્ડરાઈટિંગથી તેનો સ્વભાવ જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અને મનોવિજ્ઞાન અનુસાર લખાણ પણ આપણા વ્યક્તિત્વને દર્શાવી દે છે.
- બધા લોકોની લખવાની શૈલી અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને અક્ષર આગળની કે પાછળની તરફ રહેતા હોય છે.
- જે લોકોને લખતા સમયે અક્ષર આગળની તરફ કે જમણી તરફ નમેલા રહેતા હોય તેનો સ્વભાવ વધારે મૈત્રીપૂર્ણ હોય છે. તેથી દરેક જગ્યાએ તેના દોસ્તોની સંખ્યા ઘણી વધારે હોય છે.
- એવા લખવાવાળા વ્યક્તિ અંતર્મનની વાતોને બીજાની સામે ઝડપથી કહી દેતા હોય છે. તે વધારે વ્યવહારિક હોય છે. આ માટે તેને દોસ્ત ઝડપથી બની જાય છે. એ લોકો જે પણ કામ કરે છે પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે કરે છે.
- એવા લોકો આજમાં વિશ્વાસ રાખે છે, વર્તમાનમાં જીવે છે. આ માટે વહી ગયેલી વાતોને વધારે પડતી દિલ પર નથી લેતા હોતા.
- ભવિષ્યની કલ્પના કરતા હોય છે, કારણ કે તેને પોતાના પર વિશ્વાસ હોય છે. એ જિંદગીમાં પોતાની પ્રેરણાથી આગળ વધે છે. આવા લોકો વધારે ભાવુક હોય છે અને લોકો મનમોજી હોય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment