Tuesday 26 June 2012


આજ નુ "કઈંક અવનવું"

કેટલાક એવા કાર્ય અને આદતો જણાવવામાં આવે છે જેથી વ્યક્તિનું જીવન નષ્ટ થઈ જાય છે. જે પણ લોકો આવા કાર્યોમાં રચ્યા-પચ્યા રહે છે તે ન તો ક્યારે ય સુખી થઈ શકે છે અને ન તો પૈસા બચાવી શકે છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે 

बिन विचार खर्चा करे, झगरे बिनहिं सहाय।
आतुर सब तिय में रहै, सो नर बेगि नसाय।।

આ દોહામાં જણાવવામાં આવે છે કે વ્યક્તિને ક્યા-ક્યા કાર્યો ચોપટ કરી શકે છે -

જે બાળકોના માતા-પિતા ઓછી ઉંમરમાં જ એકલા છાડી દે છે, માતા-પિતાનું મૃત્યુ થઈ જાય છે તો એવા બાળકનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. અનાથ લોકો પણ વધારે ઝડપથી નાશ પામે છે.

જો લોકો વગર કારણે દરેક સાથે ઝગડા કરે છે તેને સમાજમાં અપમાન જ સહન કરવું પડે છે. ઝગડા કરનાર લોકોને કોઈ પસંદ નથી કરતું. આ કારણથી આવા લોકો પણ ચોપટ થઈ જાય છે.

સૌથી વધારે ખરાબ હાલત તો એ લોકોની થાય છે જો વધારે સ્ત્રીઓ માટે બેચેન કરે છે. ઘણી બધી સ્ત્રીઓની આગળ-પાછળ ચતક્કર લગાવે છે. એવામાં લોકો વધારે જ ઝડપથી નાશના આંગણે આવીને તેના ભાગ્ય ઉભા રહે છે. જ્યારે જે પુરુષ પોતાની પત્ની ઉપરાંત કોઈ અન્ય સ્ત્રી સાથે સંગ નથી કરતા તે સુખી અને સમૃદ્ધ રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે વગર વિચાર્યે ખર્ચ કરે છે તે વધારે ઝડપથી દુઃખી થાય છે. અનાવશ્યક રૂપે કોઈ પણ પ્રકારનો ખર્ચ ન કરવો જોઈએ. વ્યર્થ ખર્ચ કરનાર જો કોઈ રાજા- મહારાજા પણ હોય તો તે પણ વિનાશના માર્ગે વળે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment