Tuesday, 26 June 2012


મારા પ્રેમાળ......."પરમાત્મા"

પ્રશ્ન - એક વાર વાસંળી ને ગોપી ઓ એ પુછ્યું કે તુ કાન્હા ની આટલી નિકટ કેવી રીતે પહોચીં ગઇ ?
અને તેના હોઠ થી કેવી રીતે “ચીપકી” ગઈ?
ઉત્તર - વાસંળી એ કહ્યું કે બહેન હું તો વાંસ ના ઢગલા માં “કાન્હા-કાન્હા” રટ્યા કરતી હતી.
એક દિવસ કાન્હા ની નજર મારી પર પડી.
પછી તો શું હતુ નટખટ કાન્હા એ મને મારા કુટુંબ થી અલગ કરી દીધી.
પછી મને કાપી મને પીડા તો ઘણી તો થતી હતી .પરતું હું “કાન્હા-કાન્હા” જ કરતી હતી 
છતા પણ તેનું મન ભરાયું તો તેણે મારી અદંર જે હતું તે બધું બહાર ફેંકી દીધું.
છતા પણ હું તેના “પ્રેમ” ની દિવાની “કાન્હા-કાન્હા” જ કરતી હતી
ત્યારે તે “ચીત્તચોરે” મારા શરીર ની અંદર “ છ” છેદ કરી દીધા 
ત્યારે પણ હું પાગલ ની જેમ “કાન્હા-કાન્હા” જ કરતી હતી.
અંતે કાન્હા એ કહ્યું કે “તું જીતી હું હારી ગયો”.
હવે તું હમેશા મારા હોંઠ પર બીરાજમાન રહીશ !!!!!.

(આમ જીવન માં અનેક વિઘ્ન આવશે .પરંતુ જે આવા વિઘ્ન ની સામે લડતા કાન્હા નું સ્મરણ કરે છે તેને જરૂર એક દિવસ પરમ ક્રુપાળુ પરમાત્મા તેના ચરણ માં અવશ્ય સ્થાન આપશે.)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment