Tuesday, 26 June 2012


આજ ની "હેલ્થ ટીપ્સ"...

શું તમે જાણો છો કે વરિયાળી શરીર માટે કેટલી લાભદાયી છે? વરિયાળીમાં અનેક ઔષધિય ગુણ રહેલા છે જે બધાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
નાના કે મોટા બધાને ભાવે તેવી વરિયાળીનાં ગુણો તો જાણી લો જરા....

1. મગજ સંબંધી રોગો માટે વરિયાળી ગુણકારી છે. આના નિરન્તર સેવનથી આંખો ખરાબ નથી થતી અને મોતિયાની સમસ્યા પણ નથી થતી.

2. ઉલ્ટી, તરસ, મન બેચેન થવું, જલન અને, ઉદરશૂલ, પિત્તવિકાર,મરોડ વગેરેમાં વરિયાળીનું સેવન લાભકારી છે.

3. દરરોજ સવારે અને સાંજે દસ ગ્રામ મીઠું ભેળવ્યા વગરની વરિયાળી ચાવવાથી લોહી શુધ્ધ રહે છે અને ત્વચાનો રંગ પણ સાફ રહે છે.

4. હાથ પગમાં બળતરાની સમસ્યા કે પછી બરડામાં નીકળતી ગરમી હોય તો વરિયાળી અને ધાણાને બરાબર પ્રમાણમાં લઈને વાટી લો. જમ્યા પછી દરરોજ એક ચમચી આ મિશ્રણનું સેવન કરો. થોડા દિવસોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

5. જો તમારા બાળકને હંમેશા અપચા, મરોડ અને દૂધ પાછું આવવાની સમસ્યા રહેતી હોય તો બે ચમચી વરિયાળીના પાવડર સાથે લગભગ 200 ગ્રામ પાણી મિક્સ કરીને ઉકાળી લો. આ પાણીને ઠડું કરીને બોટલમાં ભરી લો. આ પાણીને રોજ દિવસમાં બે-ત્રણ વાર પીવડાવવાથી આ પરેશાની દૂર થાય છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment