આજ ની "હેલ્થ ટીપ્સ"...
દરરોજના ખાવામાં જો આપ આનાકાની કરતા હોવ તો આપને ડૉક્ટરની દવાઓ ખાવી પડશે. આપ જો જાણશો કે કુદરતના આ ખજાનામાંથી જ આપની કેટલી બીમારીઓ દુર થાય છે તો આપને કેટલો ફાયદો થાય છે. જાઓ આ રહ્યાં આપના રસોડામાં છુપાયેલા ખજાનાના રહસ્યો...
-જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો આપનું બ્લ્ડ પ્રેશર કાબુમાં રહેશે.
- ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રૂપમાં પણ લઇ શકાય.
- હૃદયની બીમારીવાળી વ્યક્તિએ ટામેટાં ખાવાં. તેમાં વિટામિન ‘સી’ અને ‘એ’ તથા પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.
-મેથીના દાણાનું ચુરણ બનાવી દરરોજ ખાલી પેટ એક ચમચી લેવાથી બ્લ્ડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તેને પર કાબુ રહે છે.
-દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝનું જોખમ ઓછું થઈ જાય છે.
-તરબૂચના બીયા અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટ લેવાથી બ્લ્ડ પ્રેશર કાબુમા રહેશે.
-કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દૂધીનો રસ કાઠી, ફુદીનાનાં ચાર પાન, તુલસીનાં બે પાન નાખી દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment