Sunday 10 June 2012


ADMIN ...."સંદેશ"

મિત્રો વરસાદ ની મૌસમ આવી ગઇ છે ચાલો ભીજાંવા 
આ સરસ વરસાદ માં બધા દુઃખ ભુલી બાળક સાથે આપણે પણ આ મોસમ ને માણીએ અને બાળક સાથે બાળક બનીએ.

આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાણા હોય. વરસાદ ઝરમરતો હોય, 
માટીની ભીની સુગંધ અંતરને ભીંજવે, ને મનમાં કોઇના વિચારો સળવળવા લાગે.તો ક્યારેક ધોધમાર વરસાદ હોય, તો પણ હ્રદયમાં કોઇની યાદ સળગે છે તો આ પ્રેમ ની મોસમ ની યાદ માં આસુંદર પંક્તિ અને કાવ્ય આપ સહુ માટે

"આ વરસાદી વાદળ અને ક્યાક છે તુ સાજન,
ક્યાક વરસે વાદળ અને ક્યાક વરસે તુ સાજન"...

કાવ્ય

એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં…

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં…

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં…

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં…

છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં…

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment