Sunday, 10 June 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું....

પ્રેમી તો તારો હું કાયમનો છું,
આજે આશીક બનવા ઇચ્છું છું....

રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,
પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું....

રાતનાં તો બહું નીંદર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું....

સપના તો ખેર તારા જ હોય ને,ભૂલથી કોઈ બીજી આવી જાય તો....
તને એની સાથે લડતાં જોઉં છું,

તું મારા માટે સૌંદર્યની મૂરત છે....
તને જોવાની હું રોજ મજા લૂટું છું,

શરીરથી તો અત્યારે તારાથી દૂર છું....
પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું,

તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું....
પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું,

તુ કમળ બની ને ખિલજે આજે....
હું ભમર બની ને આવું છું,

શબ્દોની આવી જાળ બિછાવી....
તને જ તો ફાંસવા મથું છું,

ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી....
થોડીક ક્ષણ રાહ જો,હું હમણા જ આવું છું....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment