Saturday, 5 May 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

દિલ તમને આપવાની મારી ક્યાં ના છે
લાગણીઓને માપવાવાની મારી ક્યાં ના છે

તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ 
જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે

તારી ખુશી માંજ મારી ખુશી રહેલી છે 
તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે

તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની 
હથેળી માં હૈયુ મુકવાની મારી ક્યાં ના છે

હાથ ઝાલો તો મઝધારે ના છોડી દેશો 
મોત સુધી સાથ આપવાની મારી ક્યાં ના છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment