Wednesday, 1 February 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

ક્યાં સુધી એને છુપાવી રાખીએ ?
જે હૃદયમાં, આજ બોલી નાખીએ.

હાથમાં લઈ હાથ, આંખોમાં વફા
દ્વાર દિલનાં આજ, ખોલી નાખીએ.

પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા
શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ

લોક એને કહે છે પાગલપણું,
એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ.

રોજ મળીએ આપણે જૂદાં થઈ,
તાર મનનાં એમ જોડી નાખીએ.

પ્રેમમાં મળે ગહેરાઈ તો
લો, કિનારા નેય તોડી નાખીએ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment