આજ નુ " કાવ્ય "
અહીંયાં કોઈ આપણું નથી,
ઝાડ ને લાકડાં હોય ભલેને આપણું કોઈ તાપણું નથી.
હૂંફ વિના અહીં
જીવવાનું છે હૂંફની સાથે,
નીતિ-નિયમ નેવે મૂકી
જીવવાનું છે પાપના સાથે
બહુરૂપી આ ભવાઈ એમાં દશ્ય કોઈ સોહામણું નથી,
અહીંયા કોઈ આપણું નથી.
પૂરમાં અહીં તણાઈ મરો
એ સિવાય કોઈ આરો નથી,
કોઈનો અહીં સથવારો નથી
કોઈ તારો નથી કે મારો નથી.
અહીંની બધી બંધ બારીઓ ને નીકળવાને બારણું નથી.
અહીંયાં કોઈ આપણું નથી.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment