Monday, 20 February 2012


આજ ની " ગમ્મત "

એક રોમિયો વેલેન્ટાઈન ડે નિમિત્તે તેની પ્રેમિકા માટે સારું ગ્રિટિંગકાર્ડ ખરીદવા માટે એક ગ્રિટિંગકાર્ડની દુકાનમાં ગયો. જાત જાતના ગ્રિટિંગકાર્ડ જોયા પણ એકે પસંદ ન પડ્યું. એટલે સેલ્સમેને પૂછ્યું,” તમારું બજેટ અને પસંદગી વિષે થોડું કહો તો હું તમને કાર્ડ શોધવામાં કાંઈ મદદ કરી શકું.”
રોમિયો - “વેલ, કાર્ડ ભલે થોડું મોંઘું હોય પણ પ્રેમિકા તેનાથી ઈમ્પ્રેસ થઈ જાય તેવું દુર્લભ હોવું જોઈએ અને તેનું લખાણ પણ ટુંકૂ છત્તાં સુંદર હોવું જોઈએ.” રોમિયોએ થોડી હીટ આપી.

સેલ્સમેન - ઉપરના ખાનામાથી એક બોક્સ ઉતાર્યું અને સુખડના લાકડામાંથી બનાવેલ કલાત્મક કાર્ડ કાઢ્યું અને કહ્યું,” સાહેબ, આ કાર્ડ જુઓ, કલાત્મક અને સુગંધીત છે અને તેનુ લખાણ પણ ટુંકુ “એક તું જ સ્ત્રી છે જેને મેં જીગરજાનથી ચાહી છે” આ તમને જરુર ગમશે.”

રોમિયો - સેલ્સમેન ને “બસ, બસ, છ નંગ આપી દે" .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment