આજ નુ "જ્ઞાન"....."વેલેન્ટાઇન્સ ડે"
વેલેન્ટાઇન્સ ડે અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે જે તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં આ એક એવા પારંપરિક દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે દિવસે પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન્સ કાર્ડ્ઝ, ફૂલો અર્પણ કરીને તેમજ મીઠાઇની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે.
ઇ.સ. ૨૯૭માં રોમમાં રાજા કલોડિયસ-૨ નું શાસન હતું. કલોડિયસ એવું માનતો કે પરણેલા સૈનિકોની માનસિક અને શારીરિક શક્તિ હણાઇ જાય છે. યુદ્ધ ટાણે એને કુટુંબની જવાબદારી, પત્નીછોકરાં યાદ આવી જાય .રાજા ફરમાન કરે છે કે કોઈએ દિલ આપવું નહીં, લેવું નહીં,
સેન્ટ વેલેન્ટાઇન નામના પાદરી આવા પ્રેમી લોકો ની મદદે આવે છેં. તેઓ લગ્નવાંચ્છુ જવાનિયાંને ખાનગીમાં લગ્ન કરાવી આપે છે.રાજા કલોડિયસ સંત વેલેન્ટાઇનને પકડીને જેલમાં નાખે છે. છુટકારાની શરત એ છે કે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરવો અને જુવાનિયાને પ્રેમ કરવા ઉશ્કેરવા નહીં, પણ વેલેન્ટાઇન ના કહી દે છે .
મૌત ની સજાનો અમલ થાય તે પહેલાં સંત વેલેન્ટાઇન પોતે પ્રેમમાં પડે છે. અને તે પણ જેલરની અંધ દીકરી એસ્ટીરિયસના પ્રેમમાં .
વેલેન્ટાઇન ૧૪મી ફેબ્રુઆરીએ પોતાનો વધ થવાનો હોય તે પહેલાં, એસ્ટીરિયસને આખરી પ્રેમપત્ર લખે છે. દુનિયાનું આ પહેલું વેલેન્ટાઇન્સ ડે ગ્રિટિંગ કાર્ડ છે. કાર્ડની નીચે 'તારો વેલેન્ટાઇન' નામે સહી કરે છે. પ્રેમને કાજે શહીદી વહોરનાર સંત વેલેન્ટાઇન ડેની યાદમાં પોતાનાં વહાલાંને પ્રેમ કરીને, પત્ર લખીને ઉજવવાનો રિવાજ પડ્યો છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment