Thursday, 19 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

નથી કોઈ સંબંધ,
છતાં પણ,
લાગે છે કે છે સંબંધ,
જન્મો જન્મથી આપણી વચ્ચે,
કેમ ઝૂકી રહ્યું છે,
કોમળ દિલ મારું !
તારા તરફ
ને,
કેમ ઢળી જાય છે શરમના ભારથી
આ પાંપણો તારી
જયારે,
ટકરાય છે નજરથી નજર
ખબર નહીં પણ
દોર કોઇ રેશમથી પણ નાજુક
બાંધી રહી છે આપણને કોઇ બંધનમાં
કયું છે આ બંધનનું નામ...?
શાયદ...
"પ્રેમ"...?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment