જીવન માં વિચારવા જેવું .....
કોઈ અસામાન્ય ક્રાંતિકારી કાર્ય કરવા માટે સામાન્ય સમાજ સાથે એકરૂપ થવું પડે છે.
મહાનતાના શિખરેથી નીચે ઊતરી ધરતીની ધૂળમાં ધરબાવું પડે છે,
શ્રી રામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અઢળક સંપત્તિ છોડી કેવટ--ભીલ--ગોપ---ગોવાળ..... આમસમાજ સાથે ભળ્યાં.
બેરિસ્ટર એમ. કે. ગાંધી 'પોતડીધારી બાપુ 'બન્યા !
ખારા ખારા દરિયામાંથી બાષ્પીભવન દ્વારા મીઠાં જળ આકાશે પહોંચે અને આત્મસમર્પણ કરી એ વાદળો ધરતીના અંતરાલમાં જળ પહોંચાડે, ત્યારેજ નવું નીપજે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment