જીવન માં વિચારવા જેવું .....
જેનાથી "સંતદર્શન" થતાં ન હોય એ આંખ શા કામની ?
જેનાથી "પ્રભુવાણી" સંભળાતી ન હોય એ કાન શા કામના ?
જેનાથી "અપશબ્દ" બોલાતા હોય એ જીભ શા કામની ?
શી કામની એ "વિધા" જેનાથી મુક્તિ ન મળે ?
શું કામનું એ "મન" જેનાથી માઠું ચિંતન થાય ?
શા કામનો એ "ધર્મ" જે અહિંસા પ્રધાન ન હોય ?
શા કામનો એ "દિપક" જેમાં તેલ ન હોય ?
શું કામનું એ "વાહન" જેમાં બ્રેક ન હોય ?
શું કામનું એ "મકાન" જેમાં બારી-બારણા ન હોય ?
શા કામનો એ "કોયડો" જેમાં ઉકેલ ન હોય ?
શું કામનું એ "તાળુ" જેની ચાવી ન હોય ?
શું કામનું એ "ફળ" જેમાં કોઇ રસ ન હોય ?
શી કામની એ "ગોષ્ઠિ" જેનાથી જ્ઞાન ન વધે ?
શા કામનો એ "સંગ્રહ" જે કદી કામમાં ન આવે ?
શા કાનની એ "મિઠાઇ" જેમાં ઝેર ભેળવેલું હોય ?
શું કામનું એ "જળ" જે મૃગજળ સમાન હોય ?
શું કામનું એ "તપ" જે એકાંત નિર્જરા અર્થે ન હોય ?
શું કાનનું એ "બંધન", ભલે તે સોનાનું હોય ?
શું કામનું એ "જાણપણુ" જે પોપટિયું હોય ?
શા કામનો એ "ઉપદેશ" જે ફકત લોક-રંજન માટે જ હોય ?
શા કામનું એ "જીવન" જે ફકત પોતાનાજે માટે હોય ?
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment