આજ નુ "જ્ઞાન"
"ભારત રત્ન" ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment