આજ નુ " કાવ્ય "
વીતેલાં વર્ષો યાદો નો થાળ ભરી જાય
રહી જે પળ બાકી, "હિસાબ" આપી જાય.
વર્ષોની બાદબાકી ને જીવન નો ગુણાકાર
બસ એક પળ, મસ્તીનો "ખુમાર" આપી જાય.
વર્ષ એક ઉમેરાય, ને જીવન ઘટતું જાય
દેખાય હાથવેંત મા, ને "તાળી" આપી જાય.
અમાસ સમ અંધકારમાં વલોવાતી જીંદગીને
નીતારી "હળાહળ" ખુદ, અમૃત કુંભ આપી જાય.
નફા તોટાનો હિસાબ મંડાય માનવી ના વહીવટ ખાતામાં
કરેલાં "સત્કર્મો", મરણ બાદ પણ નામના આપી જાય.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment