Sunday, 29 January 2012


આજ નુ " કાવ્ય "

સંધ્યા સમયે તને, હાથોની લકિરમાં ફંફોસુ છું,
જો નથી મળતા લકિરમાં તો નસીબને કોસું છું.

હું સ્વપ્ન થઈને તારા નયનને ઘર બનાવુ છું,
ન આવો તમે સપનામાં તો પાંપણ પલાળુ છું.

તારુ નામ લખી પથ્થર પર, હું સેતુ બનાવુ છું,
તારા દિલ સુધી પહોચવાનો રસ્તો બનાવુ છું.

તને આવે મારી યાદ, તેવી જડીબુટ્ટી સોધું છું,
વિખરાયેલા સબંધોને જોડવાની રીત સોધું છું.

મૃગજળ તરવા કાજે, હું એક નાવ બનાવુ છું,
તુંટલા હલેસાથી, મારી જીવન નૈયા ચલાવુ છું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

સતત બોલ્યા કરે તે મૈત્રી ને ચૂપ રહે તે "પ્રેમ"
મિલન કરાવે તે મૈત્રી ને જુદાઇ સતાવે તે "પ્રેમ"
મનને મલકાવે તે મૈત્રી ને હ્રદય ધબકાવે તે "પ્રેમ"
હાથ પકડીને ચાલવુ તે મૈત્રી ને આંખમાં નીરખ્યા કરવું તે "પ્રેમ"
મિત્રને વહેંચવા માટે મૈત્રી ને પોતાના છુપાવવા માટે "પ્રેમ"
હસાવે તે મૈત્રી ને રડાવે તે "પ્રેમ" , 
મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે "પ્રેમ",

છતા લોકો મૈત્રી છોડી કરે "પ્રેમ" !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

'નથી' ની ફરિયાદમાં
'છે' ના સુખને માણસ નથી માણી શકતો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

જિંદગી એક મોટું સ્વપ્ન છે. 
મોટા સ્વપ્ન અને નાના સ્વપ્નમાં ફરક માત્ર એટલો જ છે કે 
નાનું સ્વપ્ન આંખ ઊઘડે ત્યારે પૂરું થઇ જાય છે અને 
મોટું સ્વપ્ન આંખ બંધ થઇ જાય ત્યારે પૂર્ણ થાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

કયાંથી આવ્યો? કયાં જવાનો? જરા તું વિચારજે,
જિંદગીના ચોપડાનો સરવાળો તું માંડજે.
ખાલી હાથે આવ્યો, તું ખાલી હાથે જવાનો છે.
જિંદગી એક "ફૂલ" છે, સુવાસ તું ફેલાવજે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

હરે રામ હરે રામ 
રામ રામ હરે હરે !!

હરે ક્રુષ્ણ હરે ક્રુષ્ણ 
ક્રુષ્ણ ક્રુષ્ણ હરે હરે !!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે... બધાને ત્યાં વિરમવું પડે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Friday, 27 January 2012


આજ ની "વાહ-વાહ"

સ્મિતથી કોઈના સ્નેહમાં સંડોવાઈ ગયો છું,
નજરથી કોઈના નયનમાં નિચોવાઈ ગયો છું..
હતો હું એકલો,અટૂલો એકનો એક.......
મિલનથી કોઈના મનમાં બેવડાઈ ગયો છું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ
માના જીગરે તો કંઇક ગંગા અને મહાસાગરો ઉમટયા છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

જે રીતે પાણી વગર અનાજ નથી ઊગતું તે રીતે 
વિનય વગર મેળવેલી વિદ્યા "ફળદાયી" નથી હોતી ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

કોઈએ એક વડીલને પૂછ્યું, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુમાં શું ફરક છે ?
તેમણે જવાબ આપ્યો મા,અમ્મી અને બેબ્બે માં છે એટલો ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

હે કાના હું તને ચાહુ્.....
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવા ને વેલો આવજે........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા.
હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં "સાસુ" આવ્યા છે !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ "ખુદા" ને પૂછે છે?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !

તમને જોતા રોકશો મને
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !

મદીરાલયમાં જતા રોકશો મને
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !

તમારા જીવનમાં પ્રવેશતા રોકશો મને
તમારી યાદમાં જીવન વીતાવતા કેમ રોકશો મને !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

સખા સાંભળ હૃદયમાં મારા તારું સ્થાન જુદું છે.
બધે પંખી કરે છે ગાન પ્રિયતમ ગાન જુદું છે.
ગઝલ દિલથી લખી છે વાત તેમાં મારા દિલની છે. 
બધાને માટે છે સન્માન , તારું "માન" જુદું છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

કાયા છે માટી સમી, ઘડીયે તેમ ઘડાય,
કંચન એ ત્યારે બને જેમ "કસોટી" થાય .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારૂ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


જીવન માં વિચારવા જેવું .....

વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.
તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,
મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ "આકાર" આપીએ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Thursday, 26 January 2012


આજ ની "વાહ-વાહ"

એ જ આસુંથી ક્યાં સુધી રડ્યા કરશો ?
વારતા વેદનાની કેટલાને કહ્યા કરશો ?
હોઠ પર સ્મિતના ફૂલ ખૂદે ઉગાડવાના છે !
આ કંટક ની "પ્રિત" ને ક્યાં સુધી સહ્યા કરશો ??

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

મારી દોસ્તીમાં નીતરતા પ્રેમને, તમે સમજયા નહીં, 
બધું સમજીને પણ તમે, સમજયા નહીં. 

આ દિલના એક-એક ધબકારે, સમય ગાળ્યો 
તમને સમજવા, છતાંય તમે સમજયા નહીં. 

ચાળણી કરી છે આ દિલની, સમયના ખંજરોએ, 
છતાંય જખ્મો તમે સમજયા નહીં. 

છતાંય એક પણ ક્ષણ, દિલે તમને અવગણ્યા નહીં.
કોશિશ હતી, છુપાવવાની તમને,
છતાંય મારી "કવિતા"માં તમે છુપાયા નહીં.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો,

જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો,

જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો,

જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો,

જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો,

પણ, "પ્રિય" અમારો "સાથ" 
કયારેય ના છોડી જજો.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "જ્ઞાન"..."ક્રોપ સર્કલ" 

"ક્રોપ સર્કલ" એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાનેં કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ્.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ડિઝાઇનં મા બનતાજ રહે છે.

ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યાર આ શબ્દ પ્રચલિત બની ગયો છે.આ ભેદી ક્રોપ સર્કલ યુરોપ માં પણ બન્યા ત્યારબાદ આ રહસ્યમય ક્રોપ સર્કલ રશિયા, ન્યુ ઝિલેન્ડ, તુર્કિ અનેં જાપાનનાં ખેતરોમાં પણ દેખાયા અને પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માં પણ્ દેખાયા છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

મોટું મકાન મજબૂત બને છે નાની નાની ઈંટોના સહારાથી,
જીવન સુંદર બને છે નાના નાના "સદગુણો" ના સહારાથી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠




આજ ની "અમૃત વાણી"

આ સંસારની સસ્તામાં સસ્તી ચીજ છે,
"સલાહ", "સૂચન" અને "આશીર્વાદ".

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



મારા પ્રેમાળ......."પરમાત્મા"

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


Tuesday, 24 January 2012


જીવન માં વિચારવા જેવું .....

ખોટા માર્ગે આપણે ગમે તેટલાં દૂર નીકળી ગયા હોઈએ, પરંતુ
એ ને એજ માર્ગે ચાલવા કરતાં પાછા "વળવું" એજ વધારે સારું છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ ની "અમૃત વાણી"

મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય 
વધુ "વિનમ્ર" અને "જ્ઞાની" બની જાય છે..........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



મારા પ્રેમાળ......."પરમાત્મા"

રાધે રાધે રાધે શ્યામ , ગોવિંદ રાધે ,જય શ્રી રાધે....
ગોવિંદ રાધે ,રાધે શ્યામ , ગોપાલ રાધે રાધે....
રાધે રાધે રાધે શ્યામ , ગોવિંદ રાધે ,જય શ્રી રાધે....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ ની "વાહ-વાહ"

તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી "રણ" પણ ખીલી જશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



મારા પ્રેમાળ......."પરમાત્મા"

મે કાનુડા તોરી ગોવાલણ.....
મોરલી એ લલચાણી રે ......
મે કાનુડા , તોરી ગોવાલણ.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠



આજ નુ " કાવ્ય "

કોઈ ઉકેલી ના શકે એવી પહેંલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે તો જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવા જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બ્હાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાયછે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટેલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠