આજ નુ "જ્ઞાન"..."ક્રોપ સર્કલ"
"ક્રોપ સર્કલ" એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાનેં કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ્.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ડિઝાઇનં મા બનતાજ રહે છે.
ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યાર આ શબ્દ પ્રચલિત બની ગયો છે.આ ભેદી ક્રોપ સર્કલ યુરોપ માં પણ બન્યા ત્યારબાદ આ રહસ્યમય ક્રોપ સર્કલ રશિયા, ન્યુ ઝિલેન્ડ, તુર્કિ અનેં જાપાનનાં ખેતરોમાં પણ દેખાયા અને પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માં પણ્ દેખાયા છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment