પ્રેમ એટલે હું નહીં.. .. પ્રેમ એટલે તું ય નહીં.. ..
પ્રેમ એટલે ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી.. ..
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં.. ..
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં.. ..
પ્રેમ એટલે પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ.. ..
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં.. .. પ્રેમ એટલે રાધા જ નહીં.. ..
પ્રેમ એટલે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર.. ..
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં.. ..
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં .. ..
પ્રેમ એટલે અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ.. .
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment