Monday, 16 September 2013



મારા પ્રેમાળ......."પરમાત્મા"

મહાવીર ભગવાન ઝાડ ની નીચે ધ્યાન મગ્ન બેઠા હતા.તે ઝાડ પર કેરી લટકી રહી હતી.
નાના બાળકો એ કેરી તોડવા થોડા પત્થર ફેક્યાં .થોડા પત્થર કેરી ને લાગ્યા અને તેમાં થી એક પત્થર મહાવીર પ્રભુ ને લાગ્યો.
બાળકો એ કહ્યું કે હે પ્રભુ અમને ક્ષમા કરજો,અમારે કારણે તમને જે કષ્ટ થયો.
પ્રભુ એ કહ્યું કે મને કોઇ જ કષ્ટ નથી થયો.
બાળકો એ પુછ્યું કે હે પ્રભુ તો પછી તમારી આંખો મા આંસુ કેમ ?
મહાવીર ભગવાને કહ્યું કે તમે ઝાડ ને પત્થર માર્યો તો તેણે તમને મીઠા ફળ આપ્યા.
પણ મને પત્થર માર્યો તો હું તમને કંઇ નથી આપી શક્યો માટે હુ દુઃખી છું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment