Monday, 16 September 2013


આજ નુ "જ્ઞાન" ..."શ્રી મહાવીર સ્વામી"

જૈન ધર્મમાં ચૌવીશ તીર્થંકર, અને ચૌવીશમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી.તીર્થંકરનો આત્મા જયારે પણ માતાના ગર્ભમાં આવે ત્યારે તેમની માતાને ચૌદ સ્વપ્નો આવે. આ ચૌદ સ્વપ્નો ચક્રવર્તીની માતા ને પણ આવતા હોય છે, પણ તે સ્પષ્ટ દેખાતા નથી હોતા.

માતા ત્રિશલાદેવીને આવેલ ચૌદ સ્વપ્નો :-
હાથી- જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ કર્મરૂપી શત્રુઓનો નાશ કરશે.

વૃષભ - વૃષભ જે રીતે ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે. 

કેસરી સિંહ - કામરૂપી ગજને નષ્ટ કરવામાં કેસરી સિંહ જેવું બળ દેખાડશે. 

લક્ષ્મી - આ બાળક અનંત જ્ઞાન દર્શન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરશે. 

પુષ્પમાળા - સુમનમાળાની જેમ બધાને પ્રિય કલ્યાણકારી થશે. 

ચંદ્રમા - જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, તેવી જ રીતે આ પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે. 

સુર્ય - મિથ્યાત્વના દૂર કરીને રત્નત્રયીનો પ્રકાશ કરશે. 

ધ્વજા - ધર્મધ્વજાને બધા જ લોકોમાં ફેલાવશે. 

કુંભ કળશ - સંપુર્ણ આત્માના ગુણોનો ધારક થશે. 

પદ્મ સરોવર - કમળાકાર સિંહાસન પર બેસીને દેશના કરશે. 

ક્ષીર સમુદ્ર - સાગર જેવી અસીમ ઉંડાઈનો ધારક થશે. 

દેવ વિમાન - અસંખ્ય દેવ-દેવીયોની પૂજ્યતા મેળવશે.

ત્રેસઠ શલાકા પુરુષ અને ઉત્તર પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં મહાવીરના પૂર્વ જન્મનો ઉલ્લેખ આવે છે. સંસાર ચક્રમાં રહેતાં જીવ અનંત જન્મ લે છે. તીર્થંકરોના જન્મના કાળની ગણના ત્યારથી થાય છે જ્યારથી તેઓ સમયક્ત્વ કે તીર્થંકર નામ ગોત્ર કર્મ પામે છે. તીર્થંકરના ભવ પહેલાં જૈન દર્શનમાં ભગવાન મહાવીરના ૨૬ ભવોનું વર્ણન આવે છે.

નયસાર – ગામના મુખી, જેમણે જૈન સાધુનોઇ ઉપદેશ સાંભળીની અર્ધ આત્મજ્ઞાન મેળવ્યું.
દેવ - પ્રથમ સુધર્મ દેવલોક
મરિચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભ દેવના પૌત્ર.
દેવ પાંચમા બ્રહ્મ દેવલોક
કૌશિક– બ્રાહ્મણ
પુષ્યમિત્ર– બ્રાહ્મણ
દેવ પ્રથમ સૌધર્મ દેવલોક
અગ્નિદ્યોત – બ્રાહ્મણ
દેવ બીજું ઈશન દેવલોક
અગ્નિભૂતિ – બ્રાહ્મણ
દેવ- ત્રીજું સુધર્મ
ભારદ્વાજ – બ્રાહ્મણ
દેવ - ચોથું મહેન્દ્ર
સ્થવીર – બ્રાહ્મણ
દેવ- પાંચમા બ્રહ્મ દેવલોક
રાજકુમાર વિષ્ણુભૂતિ
દેવ સાતમું મહાશુક્ર
ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
નારક સાતમી નરકમાં
સિંહ
નારક ચોથી નરકમાં
માનવ (નામ અજ્ઞાત)
પ્રિયમિત્ર – ચક્રવર્તી (સાત ખંડના અધિપતી)
દેવ - સાતમું મહાશુક્ર દેવલોક
નંદન રાજકુમાર – તેમણે સ્વ-નિયંત્રણ દ્વારા તીર્થમ્કર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.
દેવ - દસમું પ્રાણત દેવલોક
વર્ધમાન મહાવીર (અંતિમ ભવ)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment