આજ ની "ટૂંકી વાર્તા"..." પગરખાંની પરબ "
ગુજરાત એટલે દાનની, સદાવ્રતોની અને પરબોની ભૂમિ.
વાત ગુજરાતની છે.
ગુજરાત એટલે દાનની, સદાવ્રતોની અને પરબોની ભૂમિ.
એવી જ એક પરબની વાત છે.
પણ આ પરબ કોઈએ કલ્પી પણ ના હોય એવી છે.
વાતને પચાસેક વરસ થયાં.
ગુજરાતનું વસો ગામ.
એના સ્ટેશને એક ગાડી ઊભી રહી. ગાડીમાંથી એક જુવાન ઊતયોર્. તેણે ખાદીના કપડાં પહેયાર઼્ હતાં. ખભે ખાદીનો થેલો લટકાવ્યો હતો. કોઈ દેશસેવક જેવો જુવાન લાગતો હતો.
સ્ટેશનમાંથી નીકળીને તે ગામ ભણી ચાલ્યો, પણ ચાલતાં-ચાલતાં ખૂબ અકળાઈ ગયો. ખરેખરા ઉનાળાનો દિવસ હતો. આકાશમાંથી જાણે આગ વરસતી હતી. હમણાં જ માથું ફાટી પડશે એવું લાગતું હતું.
આવા તડકામાં તેણે જોયું કે એક ઘરડી સ્ત્રી, દૂબળું પાતળું શરીર, પગમાં પગરખાં નહીં, તડકાની અસરથી બેભાન થઈ ગઈ હતી. યુવકે ડોસીને ઝાડ નીચે સુવાડ્યાં. વેરણ-છેરણ સામાન સરખો કરી પાણી છાંટી ડોસીમા ભાનમાં આવ્યાં.
પછી યુવાને પોતાના ચંપલ ડોસીમાને પહેરાવ્યા અને તેમનો સામાન ઉપાડી સ્ટેશને મૂકી આવ્યો.
આ પ્રસંગથી તે જુવાનને બહુ લાગી આવ્યું. તેને થયું કે અરે રે! મારા દેશની આટલી ભૂંડી દશા! ધોમતડકામાં ઘરડું માણસ બેભાન થઈ જાય અને એવી હાલત કે તેને ફાટેલું તૂટેલું પગરખું સરખું પણ ન મળે!
બીજા જ દિવસે યુવાને એક મોટો થેલો લીધો. તે ઘર-ઘર ફરવા લાગ્યો અને પોકાર કર્યો, ‘ભાઈઓ! બહેનો! તમારાં નકામા જૂતાં, ફાટેલાં-તૂટેલાં પગરખાં મને દાનમાં આપો!’
લોકોને નવાઈ લાગી કે આ યુવાન પગરખાં શું કામ માગે છે? પણ યુવાન ભણેલો-ગણેલો છે તો કોઈ સારા કામ માટે જ માગતો હશે.
લોકોએ જૂનાં ને ફાટેલાં-તૂટેલાં પગરખાંથી તેનો થેલો ભરી દીધો. કેટલાકે નવાં જૂતાં પણ આપ્યાં.
જૂતાં એકઠા કરી જુવાને સ્ટેશન પર ઝાડ નીચે જૂતાંઓનો ઢગલો કર્યો અને જે કોઈ ગરીબ ભાઈ-બહેન ઉઘાડા પગે જતાં દેખાય તેને બોલાવી પગરખાં આપવા માંડ્યો.
આમ, તેણે પગરખાંની પરબ ઊભી કરી દીધી. જેમ લોકો રસ્તે જતા તરસ્યા માટે પાણીની પરબ બંધાવે એમ તેણે ઉઘાડા પગાઓ માટે પગરખાંની પરબ માંડી.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment