Wednesday 5 September 2012


આજ ની "ટૂંકી વાર્તા"...."પ્રભુ પધાર્યા આંગણે"

મંદિરમાં ખૂબ જ ભીડ હતી. ભક્તોની લાઇન લાગી હતી. ભગવાનની મૂર્તિની વિધ-વિધ રીતે પૂજા થતી હતી.
ભજન-ર્કીતન ચાલુ હતાં. આ બધી ભક્તિની ધમાલ વચ્ચે ગેબી ગડગડાટ થયો અને આકાશમાંથી આકાશવાણી થઈ કે ‘આ પૃથ્વીન
ા પાલનહાર તમારી ભક્તિથી એટલા બધા ખુશ છે કે તમારી વચ્ચે રહેવા આવવા માગે છે. આજથી ત્રણ દિવસ પછી પ્રભુ તમારામાંથી કોઈ એકના હૃદયમાં નિવાસ કરશે. આકાશવાણી પૂરી થઈ. બે ક્ષણો માટે બધા હતપ્રભ થઈ ગયા. પછી આપણી ભક્તિથી પ્રભુ ખુશ છે એથી આનંદથી નાચવા લાગ્યા.
દરેક ભક્તના મનમાં થયું, પ્રભુ મારા હૃદયમાં નિવાસ કરે તો સારું! પ્રભુને પામવા પોતાની ભક્તિ વધુ પવિત્ર, સાચી અને બીજાની ભક્તિ ઓછી પવિત્ર અને ખોટી છે એમ વિચારવા લાગ્યા.
આ બાજુ સ્વર્ગમાં પ્રભુ પણ કોના હૃદયમાં નિવાસ કરવો એ બાબત વિચારી રહ્યા હતા.
મંદિરના પૂજારીએ વિચાર્યું, ‘ભલેને બધા ભક્તો ભક્તિ કરે, પણ હું તો ૨૪ કલાક પ્રભુના સાંનિધ્યમાં રહું છું, તેમની સેવા-પૂજા કરું છું એટલે પ્રભુ મારા જ હૃદયમાં બિરાજશે. સ્વર્ગમાં ભગવાને દેવર્ષિ નારદને કહ્યું, ‘પૂજારીનું કામ ભક્ત અને ભગવાનને જોડવાનું છે. સેવા-પૂજામાં પૂજારી મને હાથો બનાવી પૈસા પડાવે છે તેના હૃદયમાં નહીં.’
ખૂબ મોટું દાન આપી મંદિરના ટ્રસ્ટી બનનાર ટ્રસ્ટીશ્રીએ વિચાર્યું, ‘બીજા બધા ગમે એટલી ભક્તિ કરે, ભગવાનનું સ્થાનકસમું મંદિર તો મારા દાનના જોરે ચાલે છે એથી પ્રભુ મારા હૃદયમાં જ પધારશે.’
સ્વર્ગમાં ભગવાને દેવર્ષિ નારદને કહ્યું, ‘પોતાને દાનેશ્વરી ગણતા શેઠનું મન મેલું છે. અનીતિની કમાણીમાંથી દાન આપી માન મેળવે છે. તેના મનમાં તો નહીં જ.’
મંદિરમાં બધાને કથાશ્રવણ કરાવતા જ્ઞાની સંતને થયું, મારા મુખમાં સદા પ્રભુનામ રમે છે. પ્રભુ મારા હૈયામાં જ પધારશે. પ્રભુએ સ્વર્ગમાં દેવર્ષિ નારદને કહ્યું, ‘જ્ઞાની સંત છે, પણ મગજમાં જ્ઞાનના ભંડાર ભરેલા છે અને હૈયામાં મારા સમાન જ્ઞાની કોઈ નથી એવું અભિમાન એટલે મારા રહેવાની જગ્યા જ ક્યાં છે.’
હજી પણ આકાશવાણી સાંભળી પ્રભુનો અવાજ સાંભળ્યાંના આનંદમાં ઝૂમી રહેલા મસ્તરામ પાગલ ગણાતા ફકીર બસ પ્રભુનામમાં મસ્ત હતો. તેને જોઈ સ્વર્ગમાં પ્રભુએ દેવર્ષિને કહ્યું, ‘ચાલો, પૃથ્વી પર જવાની તૈયારી કરો. મેં નવું સરનામું નક્કી કરી લીધું છે.’
દેવર્ષિ, બોલ્યા ‘ક્યાં પ્રભુ?’ પ્રભુએ કહ્યું, ‘જ્યાં કોઈ કાવાદાવા નથી એવા હૃદયમાં. પેલા પાગલ ગણાતા મસ્તરામના હૃદયમાં.’

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment