Saturday, 3 March 2012


મારા પ્રેમાળ......."પરમાત્મા"

તારી મોરલીએ મન મોહ્યાં રે, ઘેલી થઈ ગિરધરિયા રે !

દોણી વિના હું દોહવા બેઠી ને સાડી ભીંજી નવ જાણી રે;
વાછરડાંને વરાંસે બેઠા મેં તો બાળક બાંધ્યા તાણી રે.

સાસુ કહે : વહુને વંતર વળગ્યું, અખેતરિયા ઉતરાવો રે;
દિયર કહે : ભાભીને બાંધો, એને સાટકડે સમજાવો રે.

નણદી કહે : નિત્ય નિત્ય દેખું, ‘કહાન કહાન’ મુખ બોલે રે,
પડોશણ કહે : એની પેર હું જાણું મોરલીએ મન ડોલે રે.

તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે;
નાવલિયાને મેં નેતરે બાંધ્યો ઘરનો ધારણ જાણી રે.

ધન્ય રે વૃંદાવન, ધન્ય એ લીલા, ગોરસ ને ગોપી રે;
ધન્ય નરસૈંયા ! તારી જીભલડીને, વૃંદાવન રહ્યાં ઓપી રે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment