Saturday, 3 March 2012


મારા પ્રેમાળ......."પરમાત્મા"

આ રૂડી ને રંગીલી રે, વાલા તારી વાંસળી રે લોલ..
મીઠી ને મધુરી રે, માવા તારી મોરલી રે લોલ..

વાંસલડી મારે મંદિરીયે સંભળાય જો..
પાણીડાંની ભરો રે, જીવન જોવા નીકળી રે લોલ... રૂડી ને રંગીલી રે

બેડા મેલ્યા માં સરોવર પાળ્ય જો..
ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ.. રૂડી ને રંગીલી રે

ગોપી ચાલ્યા વનરા તે વનની મોજાર જો..
કાનવર કોકિલા રે કેડો મારો રોકી ઉભા રે લોલ.. રૂડી ને રંગીલી રે

કેડો મેલો પાતળિયા ભગવાન જો..
સસુડી હઠીલી મારી, નણદલ મેણા બોલશે રે લોલ.. રૂડી ને રંગીલી રે

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો,
હળવા હળવા હાલો રે તમે, રાણી રાધિકા રે લોલ.. રૂડી ને રંગીલી રે

જીવડો મારે આકુળ વ્યાકુળ થાય જો,
કોઈએ દીઠો મારો કામણગારો કાનજી રે લોલ.... રૂડી ને રંગીલી રે

નીરખી નીરખી થઇ છુ હું તો ન્યાલ જો,
નરસૈયાના સ્વામી રે, બાયું અમને ભલે મળ્યા રે લોલ.. રૂડી ને રંગીલી રે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment