Saturday, 24 March 2012


આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ ની "અમૃત વાણી"

ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન "દવા" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

જીવન માં વિચારવા જેવું .....

જિંદગી ને સરળતા થી સમજવા માટે અને માનવી બનવા માટે 3 વાત યાદ રાખવા જેવી છે.!!

"રડવું" નહિ.
"લડવું" નહિ અને
કોઈ ને "નડવું" નહિ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

મારા પ્રેમાળ......."પરમાત્મા"

વાટ જુએ છે મીરાં રાંકડી રે, 
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે, 
સેવા કરીશ દિન-રાતડી રે...ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે, 
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે...ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે, 
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે, 
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે, 
રમવા આવો તો જાય રાતડી રે...ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, 
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

આજ નુ " કાવ્ય "

હકીકતથી ડરી જીવું છું સપનાંને સહારે હું
નયન ભીનાં કરી જીવું છું સપનાંને સહારે હું

કહે છે એક બાળક નીરખી મોટી ઈમારતને
સડક બાથે ભરી જીવું છું સપનાંને સહારે હું

મહેલો કાંચના બાંધું છું ને તોડું છુ રોજરોજ
હવાથી થરથરી જીવું છું સપનાંને સહારે હું

જીવે છે એ વગર હાંફે તરી દરીયા ઉપર દરીયા
ને પગ પર પગ ધરી જીવું છું સપનાંને સહારે હું

ખુદા જે ગેબમાં રાખી છે જન્નત હાલ તે તારી
એ જન્નતથી ફરી જીવું છું સપનાંને સહારે હું

કહાની ચાંદને સુંદર પરીની મા કહેતી’તી જે
ગણી એને ખરી જીવું છું સપનાંને સહારે હું

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ ની "અમૃત વાણી"

કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને "પ્રાર્થના" કરવી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

જીવન માં વિચારવા જેવું .....

આવતા જન્મમાં મને શું મળશે 
એ પ્રશ્નનો જવાબ મેળવવા કોઈનીય પાસે જવાની જરૂર નથી , 
માત્ર આ જીવન માં તમે બીજા ને શું આપો છો , એ જાણી લો . 
તમારા પ્રશ્નનો જવાબ તમને એમાંથી જ મળી રહેશે ....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

Monday, 19 March 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

મારા પ્રેમાળ......."પરમાત્મા"

ગોપીઓ કેરા વૃંદમાં કાન્હા રાધા શોધે
વેણુ કેરા કામણ વડે રાધા સુધી પહોચે.

કદમ પર ચડી- ચોમેર મીટ માંડે.
સામે કેમ ના આવે ! નયનો ખૂબ તલસે .
જળ - જમુનાનાં વારી, તમે ધીરે ધીરે વહો.
ગોપીઓ સગે રાધા ક્યાક્ વહે.
વૃંદાવન કેરા વનમાં અટપટી કેડીઑ 
કેડીએ કેડીએ કાન્હા ઉભા , રાધા ક્યાક્ વસે.
હ્રદયે વસી છે રાધા- કાન્હા ને ખબર છે.
દુન્યવી ભેખ ધર્યો છે - એટલે દુન્યવી ખેલ કરે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

જીવન માં વિચારવા જેવું .....

એક મંદિર માં સુંદર વાક્ય લખેલું હતું ..

આપ કેટલા પણ શબ્દ વાંચી લો
કે બોલી લો
એ તમારું શું ભલું કરશે
જ્યાં સુધી આપ તેને ઉપયોગ માં નહી લાવો....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

તારા તરફ ન જુએ એ આંખો ને ક્યાંથી લાઉં,
તારા અવાજ ને ન ખોજે એ કાન ક્યાંથી લાઉં,
તારા વખાણ ને રોકી રાખે એ જીભ ને ક્યાંથી લાઉં,
રોકવા તારી અસર ને હું તારા થી દૂર જાઉં,
પરંતુ તારામાં ખોવાય ગયેલા દિલ ને હું પાછું ક્યાંથી લાઉં.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

જન્મ્યો ત્યારે સદા પોતાના ખોળા માં રાખતી એ છે મારી માં
લોકો જયારે મને ઉપાડતા .ત્યારે જેના હૈયે ધક-ધક થતી એ છે મારી માં

મને ભીને થી ઉપાડી સુકે સુવાડતી એ છે મારી માં
મને સુવાડી કે આખી રાત જાગતી એ છે મારી માં

પોતે ભૂખી રહી મને ખવડાવતી એ છે મારી માં
મારા માટે બીજા જોડે સંબંધ બગાડતી એ છે મારી માં

કૈક નાની ભૂલ થાય તો હસી ને માફ કરતી એ છે મારી માં
મોટી ભૂલ થાય તો ઠપ્કાવતી એ છે મારી માં

જેના ઠપકા માં પણ પ્રેમ રેહતો એ છે મારી માં
જયારે હું જાઉં ખોટા માર્ગે, મને ખેચી ને પાછી લાવતી એ છે મારી માં

જે ભાવે તે બનાવી આપતી એ છે મારી માં
આજે હું ભલે મોટો થયો પણ મને સૌથી વ્હાલી છે જે એ છે મારી માં

આજે હું જે ઉચા પદે છુ તેમાં જેનું યોગદાન છે એ છે મારી માં
જેના માટે મારું સર્વસ્વા ત્યાગી દઉં એ છે મારી માં

જેનું વર્ણન કરવા આખું પુસ્તક ભંડાર ઓછો પડે એ છે મારી માં
આજે પણ દરેક કામ માં જે મને મદદ કરે છે

એ છે મારી માં સૌથી વ્હાલી જે છે 
એ છે મારી માં......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ નુ "જ્ઞાન"..."અમૂલ" THE TASTE OF INDIA

અમૂલ એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થપના ૧૯૪૬માં થઈ હતી. અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. આ સંસ્થા સહકારી રીતે ૩૧ લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે.
અમૂલ ભારત ની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે.તે વિશ્વની સૌથી મોટી શાકાહારી મા઼ખણ ની બ્રાન્ડ પણ છે.
અમૂલ ભારત ની સૌથી મોટી ખાધ ઉત્પાદન બ્રાડં અને વિશ્વ ની સૌથી મોટી દુધ ના પાઉચ બનાવતી બ્રાડં છે. તેનુ વાર્ષિક ટર્નઓવર US $૨.૨ billion (2010–11) છે.
અમૂલ ની સફળતા પાછળ ડો. વાર્ગીસ કુરિયન કેજે, GCMMF ના માન્યતાપ્રાપ્ત ભૂતપૂર્વ ચેરમેન હતા તેમનો ફાળૉ અભુતપુર્વ છે.
સૌથી વધુ ડેરી પેદાશ ની નિકાશ માટે અમૂલ દેશ મા અગ્રેસર છે. અત્યારે અમૂલ ની બનાવટો વિશ્વ ના ૪૦ દેશો મા ઉપલબ્ધ છે. હાલ મા અમૂલ વિવિધ પ્રકાર ની પેદાશો જેવી કે દુધ નો પાવડર, પનીર, યુ.એચ.ટી. દુધ, ઘી, અને દેશી મિઠાઇ વગેરે ની નિકાશ કરેછે. વિશ્વ ના મુખ્ય બજારો મા અમેરીકા, વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકા, ગલ્ફ પ્રાંત,SAARC અને પાડોશી દેશો, સિંગાપોર, ફિલિપિન્સ, થાઇલેન્ડ, જાપાન, અને ચાઈના નો સમાવેશ કરી શકાય.
અમુલ બટર નું વિજ્ઞાપન દુનિયા માં સૌથી વધુ સમય થી ચાલનારું વિજ્ઞાપનછે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ ની "અમૃત વાણી"

ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો 
"ધિક્કારકંપ" વધુ ભયંકર હોનારત સર્જે છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ નુ " કાવ્ય "

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !

ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !

અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

આજ ની "વાહ-વાહ"

લાગે છે તરસ, પણ પાણી ક્યારેક જ મળે છે,
મળે છે મૃત્યુ, પણ મોક્ષ ક્યારેક જ મળે છે.
મળે છે બધા જીવનમાં,પણ સમજી શકે એવા
જીવન માં ક્યારેક જ મળે છે…

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

આજ ની " ગમ્મત "

બધા વિકસિત દેશો એ મળી ને ચોર પકડવાનું એક મશીન બનાવ્યું .
તેના ઉપયોગ થી.......

અમેરિકા માં એક દિવસમાં ૧૫ ચોર પકડાયા.

રશિયા માં એક દિવસમાં ૨૦ ચોર પકડાયા.
ચીન માં એક દિવસમાં ૩૦ ચોર પકડાયા.
.
.
ભારતમાં એક કલાકમાં તો મશીન જ ચોરાઈ ગયું...
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

Saturday, 17 March 2012


આજ ની "અમૃત વાણી"

જેની જીભ નાની, એનું કામ મોટું; 
જેની જીભ મોટી, એનું કામ નાનું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી  

મારા પ્રેમાળ......."પરમાત્મા"

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને

મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને

વ્યવહારો સૌ પૂરા કરીને, પરમારથમાં પેસજો,
સઘળી ફરજો અદા કરીને, સત્સંગ માંહે આવજો... આજે સૌને

હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને રાખજો,
માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો... આજે સૌને

હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપવજો,
ભક્તિ કેરું અમૃત પીને, બીજાને પીવડાવજો... આજે સૌને

સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતી બાંધજો,
વલ્લભશીખ હૈયે રાખી, હરિથી સુરત સાધજો... આજે સૌને

વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો... આજે સૌને

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

જીવન માં વિચારવા જેવું .....

જે સમય ચિંતામાં જાય છે તે "કચરાપેટી" માં જાય છે,
અને જે સમય ચિંતન માં જાય છે તે "તિજોરી"માં જમા થાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ નુ " કાવ્ય "

આ ભાર આ ભરમારથી નીકળી જવાનો છું હવે
હું સર્વનાં અધિકારથી નીકળી જવાનો છું હવે !

છે લાગણીની કાંધ પર બોજો બધા સંબંધનો
સંબંધનાં હર ભારથી નીકળી જવાનો છું હવે

હોવા છતાં હોવાપણું હોતું નથી અહિં હસ્તગત
હોવાની હર ચકચારથી નીકળી જવાનો છું હવે

જન્મોજનમની શૂન્યતા શૂન્યાવકાશી નીકળી
આ શૂન્યવત સંસારથી નીકળી જવાનો છું હવે

મારાપણાંનો મોહ લઇ મન ક્યાંસુધી પંપાળવું?
બસ,મોહવશ હુંકારથી નીકળી જવાનો છું હવે

તણખો સજીવન સાંપડ્યો ભીતરસુધી ઝળહળ થવા
આ રાખનાં અંબારથી નીકળી જવાનો છું હવે !

વળગી શકે છે સગપણો વળગણ બની સહુ,એટલે
હું સાવ બારોબારથી નીકળી જવાનો છું હવે !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 
"આજની પબ્લિક પોસ્ટ"

સંબંધોના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતુ ,
એમા જોડણીની ભુલ કોઈ શોધી નથી શકતુ ,
ખુબ સરળ હોય છે વાક્ય રચના એની 
છતા પુર્ણવિરામ કોઈ મુકી નથી શકતુ ..
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

જીવન માં વિચારવા જેવું .....

અબજોની વસ્તિવાળી આ દુનિયામાં તમામ માણસો મહાન બની શકે
એવું કદાચ ન બની શકે, પરંતુ "સજ્જન" તો દરેક માણસ બની શકે છે!
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી 

આજ ની "અમૃત વાણી"

જે ઘરમાં મા-બાપે દિકરાના મહેમાન બનીને રહેવું પડે 
તે ઘરમાં ભગવાન પણ "રાજી" રહેતો નથી.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી