Wednesday, 15 February 2012


આજ નુ " કાવ્ય "

મન મુજબ ની જિદંગી મળે તોય શું ?
પાનખર માં પાન લીલું મળે તોય શું ?

નસીબ-રેખા આગળ માનવીનું ચાલે શું ? 
પછી ત્યા હાથ હોય કે ન હોય તોય શું ?

કબર પર રોજ ફૂલો ધરાવી ને ફાયદો શું ?
એમાથી શ્ર્વાસ સંભળાતો હોય તો શું ?

જીવે તો નડતા રહે ,મરે તો મળતા નથી,
એવું કહેનાર ખુદ ઘરમાં જ મળે તો શું ?

જેટલું પણ જીવો ઉત્સવ મનાવતા જીવો
જિદંગી જીવવા બીજી જિદંગી ન મળે તોય શું ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment