Thursday, 9 February 2012

મારા પ્રેમાળ......."પરમાત્મા"

વાલમની વાંસળી વાગી, મારા વાલમની વાંસળી વાગી;
જમુનાજી જલ ભરવા ચાલી, ત્યાંતો વાલમની વાંસળી વાગી.

મારગડો મેલ અલી જાઉં વનવાટે, કા'નો જોવે છે મારી વાટ;
નજરું ચુરાવી સહિયરની હું તો, આવી છું તારી પાસ.
જમુનાજી જલ ભરવા ચાલી, ત્યાંતો વાલમની વાંસળી વાગી.

હૈયામાં જાગેલા મોહનના મોહને, કેમે કરી ના સચવાય;
બેડાં મેલી ઘેલી દોડી વનવાટે, બહાવરી બની હું તારી કાન.
જમુનાજી જલ ભરવા ચાલી, ત્યાંતો વાલમની વાંસળી વાગી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment