Wednesday, 29 February 2012


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, આંગણની ફુદકનથી લઈને માળિયામાંથી સડસડાટ ઉડી જવા સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ. 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment