આજ નુ " કાવ્ય "
આજ આ ચહેરો નથી મારો ખુદા
હું જ છું, પણ મનસુબાઓ છે જુદા
સાંજના શઢ સુર્યનાં સંકોરતા
આગિયા બનતા પછી "ખુદ-ના-ખુદા"
ખુબ મારી જાતને શોધ્યા પછી
બારણે તકતી લગાવું, "ગુમશુદા"
ધૂળ જેવી વાત વંટોળે ચડી
આજ અફવાઓ બની ગઈ "અર્બુદા"
જીંદગીમાં શ્વાસ સૌ ફૂંકી રહ્યા
શી ખબર ક્યારે ફુટે એ "બુદબુદા"
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment