Thursday, 23 February 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

વિરહ ની વેદના ની વાત હુ કોને કરુ,
દિલ પુછે છે દર્દ ની એ વાત કોને કરુ,
હૈયા ની વાત હોઠે આવી ને અટકી જાય છે,
તુ જ નથી અહીં તો પછી સાદ કોને કરુ,
પડઘા બની ને શબ્દો મારા પાછા આવે છે,
પ્રેમ ની સજા જુદાઇ પછી યાદ હુ કોને કરુ,
પાગલ સમજી ને મજાક ઉડાવે છે સૌ મારી,
તારુ જ દિધેલુ દર્દ છે ફરીયાદ હુ કોને કરુ..?


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment