મારા પ્રેમાળ......."પરમાત્મા"
મારા શ્વાસોમાં, ઉચ્છવાસમાં, ને નિશ્વાસની સુગંધમાં પણ તું જ હોય
મારી આંખોમાં, ને સપનાના વાવેતરમાં પણ તું જ સમાયો હોય
મારા હોવામાં ને મારા હૈયામાં પણ તું જ છુપાયો હોય
મારા જીવનના સમગ્ર અસ્તિત્વના સાગરના ઊંડાણમાં પણ તું જ હોય
મારા મન રૂપી દર્પણના પ્રતિબિંબમાં છાયારૂપે પણ તું જ હોય
બસ જ્યાં જ્યાં મને હું હોવાનો ભાસ થાય ત્યાં ત્યાં હે “કૃષ્ણ” તું જ વસેલો હોય...
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment