Saturday, 7 January 2012


આજ નુ "જ્ઞાન"

"આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ" (ઇસ્કોન-International Society for Krishna Conciousness) સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે. આ સંસ્થાની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ ગીતાનાં મુળ ઉપદેશો ઉપર જ આધારિત છે, અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત શાસ્ત્રો છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મુળભુત રીતે પશ્ચિમ બંગાળની ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ઉપર આધારિત છે, જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે.
ઇસ્કોન બિન સાંપ્રદાયિક વિચારસરણી ધરાવતી સંસ્થા છે, એનો અર્થ એ નથી કે તે ધાર્મિક સંસ્થા નથી, પણ અહીં બિન સાંપ્રદાયિક એટલે તેમાં કોઇ પણ જાતિ, વર્ણ કે ધર્મના લોકો જોડાઇ શકે છે. ઇસ્કોનની સ્થાપના ભક્તિ યોગના ફેલાવા માટે કરવામાં આવી છે, જ્યાં ભક્ત વિચારોથી અને કર્મોથી કૃષ્ણ પરાયણ હોય છે.
વિશ્વભરમાં ઇસ્કોનના ૪૦૦ કેન્દ્રો છે, જેમા ૬૦ કૃષિક્ષેત્રોનો સમાવેશ થાય છે. તદુપરાંત ૫૦ શાળાઓ અને ૯૦ રેસ્ટોરન્ટ્સ છે. છેલ્લા થોડા વર્ષોમાં (મુખ્ય્તવે રશિયાના વિભાજન પછી) પૂર્વ યુરોપીય દેશોમાં અને ભારતમાં ઇસ્કોનનો નોંધપાત્ર ફેલાવો થયેલો છે.

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે. જે ઓળખ તેમને આ મહામંત્ર ઉપરથી મળી છે.

મહામંત્ર:
હરે કૃષ્ણ હરે કૃષ્ણ |
કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
હરે રામ હરે રામ |
રામ રામ હરે હરે ||

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment