Tuesday, 10 January 2012


આજ નુ " કાવ્ય "

પુજાવવા માટે પ્રભુએ પણ પથ્થર બનવું પડે છે.
પ્રકાશવા માટે દિવાએ પણ રાતભર "બળવું" પડે છે.

કાંઇ લીધા વગર આ દુનિયામાં કયાં કોઇ આપે છે.
ફૂલ થતાં પહેલાં બીને "માટી" માં મળવું પડે છે.

બે-ચાર જામ વધારે આપ જે સાકી કે,
શરાબી બનવા માટે "લથડવું" પડે છે.

જીવતે જીવ કયાં કોઇ અમર થયું છે દુનિયામાં,
માણસે અમર થવા માટે પણ "મરવું" પડે છે.

ડુબતા સુરજે કાનમાં કહ્યું હતુ કે દોસ્ત,
રોજ ઉગવા માટે મારે રોજ "આથમવું" પડે છે.

પ્રેમ અને યુધ્ધમાં કયાં કોઇ કાંઇ મેળવે છે,
આખી જિંદગી એમાં "રડવું અને લડવું" પડે છે....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment