આજ નુ "જ્ઞાન"....."સફારી"
"સફારી" એ અમદાવાદ, ગુજરાત, ભારતમાંથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું એક માસિક સામાયિક છે. આ સામાયિકના તંત્રી નગેન્દ્ર વિજય તેમ જ સમ્પાદક હર્ષલ પુષ્કર્ણા છે. આ સામાયિકનો મુખ્ય હેતુ ગુજરાતની નવી પેઢીમાં જ્ઞાનનો ફેલાવો કરવાનો તેમ જ વિજ્ઞાન વધુ લોકપ્રિય બનાવવાનો છે.
આ મેગેઝિનનો વિષય મુખ્યત્વે સામાન્ય જ્ઞાન છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ઇતીહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સામાયિકનું વિભાજન બનાવ અને બેકગ્રાઉન્ડ, સંપાદકનો પત્ર, આ પત્ર સફારીને મળે, શોધ અન શોધકો, નવું સંશોધન, એક વખત એવું બન્યું, સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર, સુપર ક્વિઝ તેમ જ માઇન્ડ ગેમ્સ જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન આ મુજબ છેઃ સફારી-બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન. વાચકોમાં અત્યંત લોકપ્રિય હોવા છતાં અન્ય સામાયિકોની જેમ 'સફારી'માં ક્યારેય જાહેરખબર (એડ્વર્ટાઈઝ) જોવા મળતી નથી, જે પરથી એમ કહી શકાય કે તે એક નફો મેળવવાની કોઇ પણ અપેક્ષા વિના કામ કરતી સંસ્થા છે. તેનો ફેલાવો ફક્ત ગુજરાત રાજ્ય પુરતો સીમિત ન રહેતાં ભારતના અન્ય ભાગો તેમજ ભારતની બહાર અમેરિકા, ન્યુઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment